અશોક લેલેન્ડે ર.૭પ ટન GVW સાથે દોસ્ત લોન્ચ કર્યુ

2333
guj10102017-3.jpg

હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અને ભારતમાં સૌથી મોટી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક કંપનીઓમાં સામેલ અશોક લેલેન્ડે આજે અમદાવાદમાં નવું લાઇટ કમર્શિયલ વ્હિકલ (એલસીવી) ‘દોસ્ત+’ લોંચ કર્યું હતું. અશોક લેલેન્ડે કમર્શિયલ રીતે સફળ ‘દોસ્ત’ન લોંચ કરીને લાઇટ કમર્શિયલ વ્હિકલ સ્પેસમાં પ્રવેશ કર્યો હતો. ‘દોસ્ત+’ લોંચ કરવાની સાથે અશોક લેલેન્ડે દોસ્ત બ્રાન્ડને વધુ મજબૂત કરી છે. ‘દોસ્ત+’ ૨ ટનથી ૩.૫ ટન ગ્રોસ વ્હિકલ વેઇટ (જીવીડબલ્યુ) સેગમેન્ટમાં સ્મોલ કમર્શિયલ વ્હિકલ (એસસીવી) સેગમેન્ટમાં અપર એન્ડની જરૂરિયાતો પૂર્ણ કરશે તથા તે ૧.૪૭૫ ટનની પેલોડ ક્ષમતા ધરાવે છે. વાર સ્ટિઅરિંગ વર્ઝન ધરાવતાં ‘દોસ્ત+’ની કિંમત અમદાવાદમાં એક્સ-શોરૂમ રૂ. ૫,૫૯,૮૮૬થી શરૂ થશે. 
આ લોંચ પર અશોક લેલેન્ડનાં મેનેજિંગ ડિરેક્ટર વિનોદ દાસરીએ કહ્યું હતું કે, “અમારી વિવિધ પ્રોડક્ટમાં ‘દોસ્ત+’નાં ઉમેરા સાથે એલસીવી બિઝનેસ અમારાં માટે મહત્ત્વપૂર્ણ ગેમ ચેન્જર બનવા તૈયાર છે. અમે ‘આપ કી જીત, હમારી જીત’ની ખાતરીને પૂર્ણ કરવા સતત પ્રયાસરત છે. 
અશોક લેલેન્ડનાં લાઇટ કમર્શિયલ વ્હિકલ્સનાં પ્રેસિડન્ટ નીતિ સેઠે કહ્યું હતું કે, “અત્યારે બજારમાં ૧.૭ લાખથી વધારે દોસ્ત કામગીરી કરી રહ્યાં છે, ત્યારે આ બ્રાન્ડ અશોક લેલેન્ડ માટે અતિ સફળ પુરવાર થઈ છે. ‘દોસ્ત+’ અમારાં વિવિધ પ્રોડક્ટમાં ઉમેરાવાથી અમે એલસીવીનાં અપર સેગમેન્ટમાં આ બ્રાન્ડનો ભરોસો અને વિશ્વસનિયતા વધારી છે. પોતાની શ્રેષ્ઠ માઇલેજ, ઉત્કૃષ્ટ પિકઅપ, ૧૮ ટકા વધારે પેલોડ, ૭ ટકા વધારે લોડિંગ સ્પેસ અને મોટા ૧૫ ઇંચનાં ટાયર સાથે ‘દોસ્ત+’ દરેક ટ્રિપમાં વધારે મૂલ્ય ઉમેરશે, જેથી વધારે આવક પેદા થશે. ‘દોસ્ત+’ લોંચ કરવાની સાથે અમે ભારતીય ગ્રાહકને આધુનિક ઉત્પાદન પ્રદાન કરવાનાં અમારાં એલસીવી મિશનને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છીએ એવું દર્શાવ્યું છે, જે યુઝરને ઉત્કૃષ્ઠ ઇંધણ કાર્યદક્ષતા સાથે શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે. ઉપરાંત અમે ‘દોસ્ત+’ પર વોરન્ટી બમણી કરી છે, જે આ ઉત્પાદનમાં અમારાં વિશ્વાસનું પ્રતીક છે. આ સાથે અમને ખાતરી છે કે અમે અમારાં ગ્રાહકોને અનેક લાભ સાથે ખુશ કરીશું અને દોસ્તની જેમ ‘દોસ્ત+’ સાથે સફળતા મેળવીશું.”