એમવે ઈન્ડીયા અને અરેબિયન એડવેન્ચર્સના સહયોગથી ડિસેમ્બરમાં બિઝનેસ સેમિનાર

1035
guj10102017-2.jpg

અરેબિયન એડવેન્ચર્સ, મીટીંગ, ઈન્સેન્ટીવ્ઝ એન્ડ  ઈવેન્ટસ કે જે આ પ્રદેશની અગ્રણી ડેસ્ટીનેશન મેનેજમેન્ટ કંપની ગણાય છે, તે કંપનીની પસંદગી  એમવે ઈન્ડીયા દ્વારા દેશના સૌથી મોટા ઈન્સેન્ટીવ ગ્રુપ  એટલે કે ૪,૦૦૦થી વધુ વિતરકોની યુએઈની મુલાકાત માટે કરવામાં આવી છે.  
પેરિસ, ઇન્ડોનેશિયા  અને દ.આફ્રિકાની સફળ ઈન્સેન્ટીવ ટુર પછી, એમવે ઈન્ડીયા  તેમના વર્ષ ૨૦૧૭ના સમારંભ માટે, યાદગાર સ્થળ બની રહેવાનાં તમામ પાસાં ધરાવતુ હોય તેવા  સ્થળની પસંદગીની શોધમાં હતું. એમને સોનેરી સાગરકાંઠો,  અદભૂત આહાર અને  સુંદર હોટલો, તેની સાથે સાથે ગ્લોબલ કનેકટિવિટી, બિઝનેસ ફ્રેન્ડલી વીઝા સિસ્ટમ, સબળ સ્થાનિક પાર્ટનર્સની સાથે સાથે આટલા મોટા સમુદાયને સમાવી શકે તેવા સ્થળની  તલાશ હતી. આખરે દુબઈ પર પસંદગી ઉતારવામાં આવી અને અરેબિયન એડવેન્ચર્સ, મીટીંગ, ઈન્સેન્ટીવ્ઝ એન્ડ ઈવેન્ટસની પસંદગી આ પ્રોજેકટ પાર પાડવા માટે સ્થાનિક જ્ઞાન, નિપુણતા  તેમજ મોટાપાયે ઈવેન્ટસનું આયોજન કરી શકવાની બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી.  એકતા ત્યાગી, એસોસિએટ વાઈસ પ્રેસીડેન્ટ, સ્પેશ્યલ ઈવેન્ટસ, ફેસિલિટીઝ ફોર એમવે ઈન્ડીયા જણાવે છે કે ” છેલ્લા ૬ માસથી અમે અરેબિયન એડવેન્ચર્સ, મીટીંગ, ઈન્સેન્ટીવ્ઝ એન્ડ  ઈવેન્ટસ સાથે કામ કરી રહ્યા હતા. તેમણે અમારા વિતરકો માટે અનોખા ક્રાયક્રમ અને પ્રવાસ આયોજનની કામગીરી કરી છે.  જસ્ટિન થોમસ બટલર, અરેબિયન એડવેન્ચર્સ, મીટીંગ, ઈન્સેન્ટીવ્ઝ એન્ડ  ઈવેન્ટસના હેડ ઓફ મીટીંગ્ઝ આ પાર્ટનરશિપ અંગે જણાવે છે  કે ” આ પ્રકારનાં મોટાં પ્રોત્સાહનો પૂરાં પાડવાં તે વિશેષ કૌશલ્ય માગી લેતું કામ છે. દુનિયાના આ વિશેષ ભાગ, ત્યાનાં લોકો પૌરાણિક વિશિષ્ટ સંસ્કૃતિ, આધુનિક અજાયબીઓ   અંગે તમારે મહેમાનો અને તેમના પરિવારોને ઉંડી સમજ પૂરી પાડવાની રહે છે અને તેમને રોમાંચ તથા  નીકટતાનો અનુભવ થાય તેવુ રોમાંચક વાતાવરણ પૂરૂ પાડવાનું રહે છે. ” આ સમારંભમાં એમવેના ટોચના મેનેજમેન્ટ સાથે એક દિવસની બિઝનેસ કોન્ફરન્સ, નવી પ્રોડકટ લોંચ, સંખ્યાબંધ મલ્ટીકુઝિન   ભોજનનાં આયોજન  તેમજ અનેક  સ્થળ અને શહેરમાં મનોરંજનનો સમાવેશ થાય છે. 

Previous articleઅશોક લેલેન્ડે ર.૭પ ટન GVW સાથે દોસ્ત લોન્ચ કર્યુ
Next articleસરપટ્ટણી રોડ પરના મકાનમાં ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ