કાટીકડા ગામે સીતારામ બાપુ આશ્રમે ત્રિ-દિવસીય મહાયજ્ઞનું આયોજન

1873
guj11102017-5.jpg

મહુવા તાલુકાના કાટીકડા ગામે સીતારમા બાપુ આશ્રમે તુલસીશ્યામ ધામ મહંત બાલકૃષ્ણદાસ બાપુ દ્વારા આયોજીત સંજીવની હનુમાનના સાનિધ્યમાં ત્રિ-દિવસીય મહાયજ્ઞમાં સુર્યદેવળ મહંત શાંતિદાસ બાપુ, સીતારામ બાપુ જાળીયા તેમજ બાબભાઈ બાપુની હાજરીમાં મહાપ્રસાદ અને શૈલેશ બાપુનો રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનની લહેરૂ લૂંટાણી.
મહુવા તાલુકાના કાટીકડા ગામે સીતારામ બાપુ આશ્રમે સંજીવની હનુમાનજીના સાનિધ્યમાં ત્રિ-દિવસ -૧૧ ભુદેવો દ્વારા મહાયજ્ઞ યોજાયો જેમાં તુલસીશ્યામ ધામના હાલના મહંત બાલકૃષ્ણદાસ બાપુ દ્વારા આયોજીત હરીદાસબાપુની જહેમતથી સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજની ધુરંધર જગ્યાઓના મહંતોની હાજરી જેમાં સુર્યદેવળ (ચોટીલા) પાસેના મહંત શાંતિદાસ બાપુ ચલાળા દાન મહારાજની જગ્યાના મહંત વલ્કુબાપુ, રૂખડા બાપુની વાવડીના મહંત બીબભાઈ બાપુ, જાળીયાના મહંત સીતારામબાપુ, સા.કુંડલાના ભાભલુબાપુ, બાઢડા આશ્રમના મહંત જયોતિમૈયા અને રામપરા આશ્રમના મહંત સહિત સંતોની હાજરી રહેલ તેમજ રાત્રે સંતવાણી કાર્યક્રમમાં દેશ વિદેશમાં ગુંજતુ ભજન સમ્રાટ શૈલેશબાપુએ ભજન ધારા એવી રેલાવી કે સૌ મંત્રમુગ્ધ થયા તેમજ આ પ્રસંગે કાઠીયાવાડ, પંચાળ, નાગેર અને બાબરીયાવાડના મહાનુભાવોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી સેવા બજાવનાર જયરાજભાઈ ખુમાણ પ્રતાપભાઈ ધાખડા (રાજુલા) બાબભાઈ દુધાળા, આંણદુભાઈ ધાખડા, નીમભાઈ ખુમાણ, ભરતભાઈ મેરામભાઈ વરૂ નાગેશ્રી સહિત તુલસીશ્યામ ધામના સેવકોએ ભલે તુલસી શ્યામ ધામમાં હાલ પુરતી બાલકૃષ્ણદાસ બાપુ ન રહી કાટીકડા રહેતા હોય પણ તુલસી શ્યામ ધામના મેઈન્ટ ટ્રસ્ટી માજીધારા સભ્ય પ્રતાપભાઈ વરૂ સહિત બાલકૃષ્ણ દાસ બાપુને અંતરથી રાતદિવસ ભજે છે તેવો બહોળી સંખ્યામાં શ્યામ  સેવકોએ હાજરી આપેલ. 

Previous articleબરવાળા નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટરના પાણી ઘરમાં ઘુસ્યા
Next articleઠાકોર અને કોળી સમાજના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ : મંત્રી આત્મારામ