દિપક ચોકમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક શ્ખ્સ ઝડપાયો

646
bvn932018-16.jpg

ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથકના સ્ટાફે વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા શખ્સને ઈગ્લીશ દારૂ ભરેલી કાર સાથેના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.શહેરના બી.ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ શહેરમાં પેટ્રોલીંગમાં હતો તે વેળા મળેલ ચોકકસ બાતમીના આધારે દિપકો ચોક વિસ્તારમાં એક કાર સાથે શખ્સ પસાર થતા જેને અટકાવી તલાશી લેતા કારમાંથી વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નં.૧૯ર વિના પરમીટે હેરાફેરી કરતો શખ્સ નિતેશ ક્રિપાલભાઈ પરમાર (રે.આડોડીયાવાસવાળો) મળી આવતા પોલીસે પ્રોહી. એકટ તળે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વિદેશી દારૂ કાર મળી કુલ રૂા.ર,૩૭,૬૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.