ગણેશપ્રસાદ બોટ સાથે તમામ ખલાસીઓ જાફરાબાદ પહોંચ્યા

824
guj392017-1.jpg

જાફરાબાદની ૮ બોટ માછીમારી કરવા મધદરિયે ૪૦ નોટીમાઈલે વરસાદી તોફાનમાં સંપર્ક ગુમાવી લાપતા બનેલ જેમાં ગણેશ પ્રસાદ નામની બોટ તોફાનમાંથી ૮ દિવસે વેરાવળ પહોંચી.
જાફરાબાદ માછીમારી કરવા મધદરિયે આઠ બોટો ગઈ હતી. તેમાં ગણેશપ્રસાદ નામની બોટલના ૮ ખલાસીઓ સાથે ૪૦ નોટીમાઈલ તોફાને ચડેલ દરિયામાં અટવાઈ અને સંપર્ક તુટ્યો અને સંપર્ક વિહોણી છેલ્લા ૭ દિવસથી થતા તમામ જાફરાબાદના માછીમારોમાં ખુબ જ ચિંતાનું મોજુ છવાયેલ હતું. ત્યાં વેરાવળમાં આ ગણેશપ્રસાદ બોટે ત્યાંના માછીમારોને પોતાનું સિગ્નલ બતાવ્યું અને વેરાવળના માછીમારો આ ગણેશપ્રસાદ બોટની મદદે દોડ્યા અને તેમાં રહેલ ૮ ખલાસીઓ હેમખેમ સલામતીપૂર્વક બચી ગયા હતા અને આજે તેઓ બોટ ગણેશપ્રસાદ સહિત જાફરાબાદ જેટી ઉપર પહોંચી ગયાથી સમસ્ત માછીમારી તેમજ ખારવા સમાજ તેમજ ખારવા સમાજના અગ્રણી રામભાઈ સોલંકી તેમજ નગરપાલિકા પ્રમુખ ભગુભાઈ સોલંકીએ આભાર વ્યક્ત કરેલ. આઠેય ખલાસીઓના પરિવારના જીવ આઠેય ખલાસીઓને જોયા પછી જ હેઠા બેઠા છે અને હાશકારો થયો છે.