ચૂંટણી માટે ભાજપે ઘડ્યો માસ્ટર પ્લાન, ગુજરાતના દિગ્ગજ નેતાઓના હાથમાં કમાન

795
gandhi25102017-1.jpg

ગુજરાતમાં સત્તા મેળવવા કોંગ્રેસ અને સા સાચવવા ભાજપ તેમનું રાષ્ટ્રીય પક્ષ તરીકેનું સ્તર ગુમાવી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ તેમની ગરિમા ગુમાવી રહ્યા. છેલ્લા એકાદ મહિનાથી ઉગ્ર બનેલા ગુજરાતના રાજકારણમાં વંટોળિયો ઉઠ્યો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને જાહેર કરેલા સમર્થન અને કોંગ્રેસમાં પ્રવેશના પગલે અને અચાનક પાટીદાર નેતા નરેદ્ર પટેલ અને નિખિલ સવાણીએ ભાજપ સાથે છેડો ફાડ્યો અને તે સાથે ગંભીર આક્ષેપ પણ કર્યા. જેને લઈને ભાજપ ચારેય બાજીથી ઘેરાઈ છે. ત્યારે હવે આ ઘેરાવમાંથી બહાર નીકળવા માટે ભાજપે નવી રણનીતિ ઘડી કાઢી છે.
ભાજપ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે રીતે બે નેતાએ પાર્ટી છોડી અને એક નેતાએ કેશની લાલચ આપવાનો આરોપ લગાવ્યો. તેવી પાર્ટીને આશા પણ ન હતી. ભાજપને લાગી રહ્યું છે કે તેને ગુજરાત માટે જે બાજી વિચારી છે.તે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરશે.પરંતુ અચાનક જ એક કરોડ રૂપિયાનો આરોપ લાગયો.અને થોડા જ સમય બાદ વધુ એક પાટીદાર નેતાએ પાર્ટી છોડવાનું એલાન કર્યું.જેનાથી ભાજપના નેતાઓને મોટો ઝટકો લાગ્યો છે..
પાર્ટીના સૂત્રોનું માનીએ તો ભાજપ હવે આ આરોપો બાદ ડેમેજ કંટ્રોલના કામમાં જોડાઈ ગઈ છે અને ગુજરાતમાં બેઠાલા નેતાઓને નિર્દેશ આપ્યા છે કે આ મામલામાંથી કઈ રીતે સાવધાની થી બહાર નીકળી શકાય. આ ઉપરાંત પાર્ટીની રણનીતિ છે કે કેશબોંબથી ફોકસ હટાવવા માટે હવે રાહુલ ગાંધી પર તાબડતોડ પ્રહાર કરવામાં આવે..અને રાજ્યમાં કોંગ્રેસની નબળી કડીઓના રૂપમાં એવા નેતાઓને શોધીને ભાજપમાં લાવવામાં આવે. જે તાજેતરમાં આ કમાનથી નારાજ હોય. આમ થવાથી એક તો ભાજપ પક્ષમાં મહોલ બનશે અને બીજું રાજ્યમાં કોંગ્રેસ કમજોર થતી નજરે પડશે.
સૂત્રોનું માનીએ તો ગુજરાત ચૂંટણીને લઈને તમામ ફોકસ પટેલ સમાજ પર જ છે અને કોંગ્રેસની આશા પણ આજ છે. પરંતુ ભાજપ તેનો તોડ શોધી રહી છે. પાર્ટી નેતાઓનું માનીએ તો પટેલોમાં પણ ૨ સમાજ છે. જેમાં એક સમાજ હાલ ભાજપના વિરોધમાં છે.પરંતુ તે માત્ર ઉત્તર ગુજરાતમાં છે…એવામાં પાર્ટીની  રણનીતી એ જ હશે કે ઉત્તર ગુજરાતમાં પટેલોના વોટને કઈ રીતે વહેંચી શકાય.