રાજુલા યુવા બારોટ સમાજ દ્વારા સ્નેહમિલન યોજાયું

805
guj26102017-1.jpg

રાજુલા ગાયત્રી મંદિર ખાતે રાજુલા યુવા બારોટ સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડીલો દ્વારા સમાજના ઉત્કર્ષ બાબતે ગહન ચર્ચાઓ થઈ હતી.
રાજુલા ગાયત્રી મંદિર ખાતે રાજુલા યુવા બારોટ સમાજ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ બારોટ સમાજના વડીલોની હાજરી સાથે યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના નાનાથી મોટા ઘર સુધી કોઈપણ જરૂરીયાતકામ ઓચીંતા આવી પડ્યું હોય તત્કાલ ઈમરજન્સી ૧૦૮ માફક પહોંચી જઈ નાની વ્યક્તિઓનું તમામ કાર્ય કરવાના ઉદ્દેશ તેમજ સમાજના સંગઠન મજબુત કઈ રીતે બને તે માટે વડીલોની સલાહ સુચનમાં ભીખુભાઈ રેણુકા દ્વારા સંગઠન માટે ટાટીયાખેંચ તેમજ પોતાનો ઈગો અહમ જાતુ કરો અને યુવાનોને મદદ કરવા આહવાન કરાયું હતું.