માલધારી સમાજના શૈક્ષણિક રથનું શહેરમાં ઠેર-ઠેર સ્વાગત

1409
bvn27102017-7.jpg

માલધારી સમાજ શિક્ષણ અંગે જાગૃતિ આવે અને શિક્ષણનું પ્રમાણ વધે તેવા હેતુથી નિકળેલ શૈક્ષણિક રથ આજે ભાવનગરમાં આવી પહોંચ્યો હતો અને શોભાયાત્રા સ્વરૂપે ફર્યો હતો ત્યારે આ રથનું શહેરમાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાવળીયાળી ધામના
પૂ.ઈસુબાપુની પ્રેરણાથી સામાજિક અને શૈક્ષણિક અભિયાન શરૂ કરાયું છે તે સંદર્ભે માલધારી સમાજ દ્વારા શૈક્ષણિક રથનું પ્રસ્થાન થયું છે. આ રથ આજે ભાવનગર આવી પહોંચાયો હતો ત્યારે નારી ચોકડી ખાતે ભવ્ય સ્વાગત બાદ શોભાયાત્રા સ્વરૂપે નિકળેલ. જ્યાં શહેરના વિવિધ વિસ્તારોમાં રથનું લોકો દ્વારા તથા રાજકિય આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક રથ સાથેની આ શોભાયાત્રામાં બાવળીયાળી ધામના રામબાપુ, દેહુર ભગત, કાનજીબાપુ, ભરતભાઈ બુધેલીયા, વિક્રમભાઈ બુધેલીયા, મેહુરભાઈ લવતુકા, કમાભાઈ આલગોતર, કિશોરભાઈ  બારી, લક્ષ્મણભાઈ રાઠોડ, રામભાઈ રાઠોડ, બાબુભાઈ મેર,
અનિલભાઈ રબારી સહિત સમાજના આગેવાનો જોડાયા હતા.