સણોસરા ગામે મેગા પંચામૃત સારવાર કેમ્પ-લોકદરબાર યોજાયો

694
guj30102017-2.jpg

સિહોર તાલુકાના સણોસરા ગામે મેગા પંચામૃત સારવાર કેમ્પ યોજાયો, અને સાથે સાથે આગેવાનો દ્વારા લોકપ્રશ્નો સાંભળીને અને કેટલાક પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાયો. સિહોર તાલુકા પંચાયત સદસ્ય અને પ્રજાભિમુખ લોકસેવક ગોકુલભાઈ આલ આયોજિત ગત વર્ષ માફક આ વર્ષે પણ મેગા કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં એક સ્થળ પર વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ, દંતરોગ નિદાન કેમ્પ, માં અમૃતમ યોજના, રક્તદાન કેમ્પ, આધારકાર્ડ સહિત વિનામૂલ્યે પ્રજાહિત કામો એક જ સ્થળ પર થાય તેવું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે લોકોના વિવિધ પ્રશ્નો માટે લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સણોસરા આસપાસના ગામડાના લોકોના વિવિધ સરકારી કચેરીઓને લગતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો પ.પૂ નિરુબાપુ, પ્રવીણભાઈ મારુ, જીવરાજભાઈ ગોધાણી સહિત આગેવાન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.