રાજુલાના રામપર ગામે બ્રહ્મચોર્યાસીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજના અગ્રણી લાલાભાઈ વાઘ, કેસરીનંદન હનુમાનજી મંદિરના મહંત સનાતનદાસબાપુ, વૃંદાવન આશ્રમના મહંત રાજેન્દ્રદાસબાપુ, વિશ્નુસ્વામી ગારિયાધાર સહિતના મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને બ્રહ્મચોર્યાસી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.