અમદાવાદમાં ‘પાટીદાર સમાજનો ગદ્દાર’ના બેનર સાથે હાર્દિકનો વિરોધ

1035
guj30102017-14.jpg

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે હાર્દિક પટેલને પાટીદારોએ ખભે બેસાડ્યો હતો એ જ શહેરના નિકોલ વિસ્તારમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી આર પી સવાણી સ્કૂલ પાસે ’પાટીદાર સમાજનો ગદ્દાર હાય હાય’ના બોર્ડ સાથે પાટીદારોએ નારા લગાવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં પાટીદારો બેનર લઈને ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ સાથેની મુલાકાતને લઈને કોંગ્રેસ તરફી હોવાનું માની વિરોધ નોંધાવ્યો હતો. હાર્દિક પટેલનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડતા નિકોલ પોલીસ સવાણી સ્કૂલ દોડી ગઈ હતી. અહીં પાટીદાર યુવાઓ હાર્દિક પટેલ વિરૂધ્ધ બોર્ડ દર્શાવીને તેનો વિરોધ નોંધાવ્યો હતો. હાર્દિકનો છેલ્લા બે એક દિવસથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે.
હાર્દિક આંદોલન પાછળ રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ કરી જામનગરના પાટીદાર યુવાનોએ કરી શનિવારના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. જેમાં પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલને મૃત જાહેર કરી તેનું ઉઠમણું રાખ્યું હતું. આટલું જ નહીં કાર્યક્રમમાં પાટીદાર યુવાનોએ હાર્દિકની તસવીર પાસે ચંપલો રાખ્યા હતા અને બાદમાં હાર્દિકના ફોટા પર ચંપલો માર્યા હતાં.