સિવિલમાં વધુ બે બાળકના મોતથી સનસનાટી : તપાસનો આદેશ થયો

1079
guj30102017-11.jpg

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમા આવેલી રાજય સરકાર હસ્તકની સિવિલ હોસ્પિટલમાં આજે વધુ બે બાળકોના મોત થતાં છેલ્લા ચાર દિવસમાં મોતનો આંકડો વધીને ૨૦ ઉપર પહોંચી જતાં સનસનાટી મચી ગઈ હતી. બીજી બાજુ આ મામલે હચમચી ઉઠેલી સરકારે તરત જ તપાસના આદેશ આપી દીધા છે. આ કમિટિ એક સપ્તાહની અંદર તપાસ રિપોર્ટ સોંપશે. કમિટિમાં ડેપ્યુટી ડાયરેક્ટર દિક્ષીત ઉપરાંત એક પિડિયાટ્રિશયન અને એક ગાયનેકોલોજિસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  કમિટિના સભ્યો નવજાત શિશુઓના મોતના કારણો અને કઇ સ્થિતિમાં બાળકોના મોત થયા છે તે અંગેના કારણોની તપાસ કરી સરકાર સમક્ષ તેનો અહેવાલ રજૂ કરશે. આ અંગેની વિગત એવી છે કે, સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકની અંદર નવ જેટલા બાળકોના થયેલા મોતના અહેવાલના પગલે સફાળે જાગેલી સરકાર એક્શન મોડમાં આવી છે. આજે સરકાર દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરવાની જાહેરાતની સાથે જ એક કમિટિ બનાવીને એક સપ્તાહની અંદર રિપોર્ટ સબમિટ કરવા કહેવાયું છે. છેલ્લા ૨૪ કલાકની અંદર વધુ બે નવજાત શિશુઓના મોત થતાં છેલ્લા ચાર દિવસની અંદર કુલ મળીને ૨૦ બાળકોના મોત થવા પામ્યા છે. રાજય સરકારે બાળકોના મોતને મામલે મેડિકલ એજ્યુકેશનના ડેપ્યુટી ડાયરેકટરની આગેવાનીમા તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમા આવેલી એશિયાની  સૌથી મોટી હોસ્પિટલ તરીકેનુ બિરૂદ મેળવી ચુકેલી રાજય સરકાર હસ્તકની સિવિલ હોસ્પિટલમાં ગત શુક્રવારની મધરાતથી શનિવાર રાત સુધીમા ઓછામા ઓછા નવ નવજાત બાળકોના મરણ થવા પામ્યા હતા.બીજી તરફ આ જ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસની અંદર કુલ મળીને ૨૦ જેટલા બાળકોના મરણ થવા પામ્યા હોવાનુ હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.સિવિલ હોસ્પિટલમા આટલી મોટી સંખ્યામા નવજાત બાળકોના નિપજેલા મોતના અહેવાલો માધ્યમો દ્વારા બહાર આવતાની સાથે જ રાજય સરકાર ઉપર આ મામલે ભારે દબાણ આવતા જ હવે આ મામલે રાજય સરકાર દ્વારા તપાસ કરાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે.સરકાર તરફથી જારી કરવામા આવેલા એક નિવેદનમા આજે કહેવામા આવ્યુ છે કે,કયા સંજોગોમા આ બાળકોના મરણ થવા પામ્યા છે તે વિશે તપાસ કરવાનો આદેશ આપવામા આવ્યો છે.સરકાર દ્વારા આ મામલે મેડીકલ એજ્યુકેશનના ડેપ્યુટી ડાયરેકટર આર.કે.દીક્ષિતની આગેવાની હેઠળ એક કમિટીની રચના કરવામા આવી છે. આરકે દિક્ષીતની સાથે કમિટિમાં એક પિડિયાટ્રિશિયન અને એક ગાયનેકોલોજિસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી એમ પણ કહેવામા આવ્યુ છે કે,મૃત્યુ પામેલા નવ માંથી પાંચ બાળકોને બહુ દૂરના સ્થળોએથી અહીં લાવવામા આવ્યા હતા આ બાળકો ખૂબ જ ઓછા વજનના હોઈ એમની તબિયત ખૂબ જ નાજુક અવસ્થામા હતી.જયારે અન્ય કેટલાક બાળકો જીવલેણ બીમારીઓથી પીડાતા હતા જેને લઈને એમની તબીયત ખૂબ ગંભીર બની ગઈ હતી.મળતા અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમા હોસ્પિટલમા મરણ પામનારા નવ બાળકો પૈકી પાંચ બાળકોને ગંભીર સ્થિતિમા લાવવામા આવ્યા હતા જયારે આ હોસ્પિટલમા જન્મ લેનારા ચાર બાળકોને શ્વાસની ગંભીર તકલીફ થઈ હતી.આ બાળકોના મરણ થયાની વાતને હોસ્પિટલના સત્તાવાળાઓએ સમર્થન આપ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતથી હચમચી ઉઠેલી સરકારે તરત જ પગલા લીધા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

Previous articleઅમદાવાદમાં ‘પાટીદાર સમાજનો ગદ્દાર’ના બેનર સાથે હાર્દિકનો વિરોધ
Next articleસરદાર વલ્લભાઇ પટેલની જન્મ જયંતિ ગાંધીનગરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાશે