ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ

959
bvn492017-10.jpg

શહેરના ચિત્રા-સિદસર રોડ ઓમનગરમાં આવેલ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડીએ સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમું આયોજન દેવજીભાઈ અરજણભાઈ મારૂના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ત્રિવિધ કાર્યક્રમમાં ગાયત્રી યજ્ઞ, પુસ્તિકાનું વિમોચન અને બાળમંદિરથી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ પ્રવિણભાઈ યાદવ, ઉપપ્રમુખ પ્રભુભાઈ કોરડીયા સહિતના જ્ઞાતિના આગેવાનો તેમજ જ્ઞાતિજનો મોટીસંખ્યામાં જોડાયા હતા.