સિહોર ઔ. અગિયારસે જ્ઞાતિનો સ્નેહમિલન સમારોહ યોજાયો

618
bhav31102017-4.jpg

સિહોર ઔદીચ્ય અગિયારશે જ્ઞાતિ નો નુતનવર્ષ નિમિતે સ્નેહમિલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સિહોર ટાઉનહોલ ખાતે ઔદીચ્ય અગિયારશે બ્રાહ્મણ જ્ઞાતિનો સ્નેહમિલન કાર્યક્રમ તથા સંગીત મ્યુઝિકલ નાઈટ યોજાય જેમાં સિહોરના કોર્પોરેટર અને સિંગર એવા મુકેશભાઈ જાની( મહમદરફી) અને સુરભી પરમાર દ્વારા જુના ફિલ્મ ગીતો રજૂ કરી બ્રહ્મવપરિવાર ને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથે સાથે જ્ઞાતિના ઉચ્ચ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરેલ એડવોકેટ નોટરી અને બાર એસોસિએશન પ્રમુખ અશોકભાઇ જાની, શરદભાઈ જાની,  વિજયભાઈ વ્યાસ કે જેઓ પાલિકામા નોકરી કરેછે સાથે નોટબંધી સમયે કેશલેસ સુવિધા માટે મહત્વનો ભાગ ભજવવા બદલ સરકાર તરફથી એવોર્ડ મળેલ બદલસૌની સાથે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જ્ઞાતિજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.