તળાજા રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

934
bvn492017-11.jpg

શહેરના તળાજા રોડ શિવમ કોમ્પ્લેક્ષ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ભરતનગર પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી રોકડ-મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના તળાજા રોડ, શિવમ કોમ્પ્લેક્ષ પાસે તીનપત્તીનો જુગાર રમતા સંજય મકોડભાઈ ઘેવરીયા, અલ્તાફભાઈ અબુભાઈ ગનીયાણી, ઘનશ્યામ જીવણભાઈ સોલંકી, દિનેશ ભુપતભાઈ મકવાણા, મનજીભાઈ ઉર્ફે મુન્નો ગોવિંદભાઈ ડાભીને ભરતનગર પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી રોકડ રૂા.ર૭,પ૭૦ અને મોબાઈલ નંગ-ચાર મળી કુલ રૂા.૩૧,પ૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleપાર્ટી જેને ઉમેદવાર બનાવે તેને જીતાડવાની સંગઠન તરીકેની અમારી જવાબદારી બનશે : સનત મોદી
Next articleબોરતળાવ ખાતે ઈદ નિમિત્તે મેળાવડો