પાર્ટી જેને ઉમેદવાર બનાવે તેને જીતાડવાની સંગઠન તરીકેની અમારી જવાબદારી બનશે : સનત મોદી

871
bvn492017-14.jpg

ભાવનગર શહેર ભારતિય જનતા પાર્ટીના ર૦૧૬થી શહેર પ્રમુખ પદે વરાયેલા પુર્વ મેયર સનતભાઈ મોદીએ હોદો ગ્રહણ કર્યા પછી તેમણે છ થી સાત વખત શહેર સંગઠનની કારોબારી બેઠકો યોજી શહેરના મજબુત સંગઠન માટે પાર્ટીમાં મજબુત ધોષણાઓ કરવામાં આવી છે, મોદી અગાઉ પણ ર૦૦૧ થી ર૦૦૪ સુધી શહેર સંગઠન પાર્ટીના સફળ અધ્યક્ષ રહી ચુકયા છે.
બીજી વખત પ્રમુખ પદગ્રહણ કર્યાને દોઢ વર્ષ જેવા સમયમાં મોદીએ યુવા મોરચા, મહિલા મોરચા, અનુ.જાતિ મોરચો, બક્ષીપંચની સંપુર્ણ રચના કરતા આ વિભાગો શહેરના જુદા-જુદા ક્ષેત્રોમાં સંગઠન અને અન્ય પ્રવૃતિઓ માટે સતત કાર્યરત બની રહયા છે, અને લદ્યુમતિ મોરચાની યાદી પણ ટુંક સમયમાં નકકી થઈ જશે આ માટેની કાર્યવાહી ઝડપભેર પુર્ણ કરી દેવાશે. શહેર ભાજપ પાર્ટી પ્રમુખ પદે મોદીની વરણીને દોઢ વર્ષના સમયમાં તેમણે શહેરના ૧૩ વોર્ડ પૈકીના ૧૧ વોર્ડોની સંગઠન પાંખના અન્ય પદાધિકારી વોર્ડ પ્રમુખો અને કાર્યકરોને સાથે રાખી લોક સંપર્કો કરીને લોકોના પ્રશ્નોની જાણકારી મેળવી ઘટતી કાર્યવાહી કરી હવે ઘોઘા સર્કલ વોર્ડ અને ઉત્તર સરદારનગર વોર્ડની ટુંકમાં મુલાકાત લેનાર છે.
શહેર પ્રમુખ મોદીની સંગઠન ક્ષેત્રની કામગીરી અંગે પુછતા તેમણે એક ટુંકી વાતચીતમાં જણાવ્યુ કે શહેર સંગઠન પાર્ટીમાં ૧ર૦૦૦ જેટલા પ્રાથમિક સભ્યો અને ૧૩૬૯ જેટલા સક્રિય સભ્યની વાત કિધી, પાર્ટી કાર્યકરો, પ્રજાકિય અને સરકારની વિવિધ યોજનાકિય કામગીરીને સફળ બનાવવા માટે સક્રિય જાગૃતિ પુર્વકની સદ્યન કામગીરી કરી રહયાનો સંતોષ વ્યકત કર્યો હતો. આગામી વિધાનસભાની સંગઠન ચૂંટણી મુદ્દે પુછતા પ્રમુખ મોદીએ આત્મવિશ્વાસ સાથે સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ કે વિધાનસભા પુર્વ અને પશ્ચિમ માટે પાર્ટી સ્વચ્છ પ્રતિભા સાથે પ્રજા વચ્ચે રહીને કામ કરનાર વ્યકિતની પસંદગી કરશે તેવુ મારૂ માનવું છે તેમ કહી મોદીએ કહયુ કે પાર્ટી નકકી કરે તે પાર્ટી ઉમેદવારોને જીતાડી દેવાની પાર્ટી સંગઠન તરીકેની અમારી જવાબદારી બનશે અને તે માટે ભારતિય જનતા પાર્ટીનું સંગઠન મજબુત અને જાગૃત છે. તેઓ ચૂંટણી લડશે ખરા એવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે પાર્ટી સર્વોપરી હોવાની વાત કરી પ્રશ્ન ટાળ્યો હતો. મોદીએ પ્રજાહિતના કેટલાંક પ્રશ્નોની જાણકારી દેતા ટુકમાં જણાવ્યુ કે નવરાત્રી પહેલા રોડ રસ્તાના કામો શરૂ થઈ જશે. તેમણે જીઆઈડીસી અંગેના કેટલાંક અવરોધો દુર થતા માઢીયયા જીઆઈડીસી બનશે તેવો નિર્દેશ કરીને આગામી દિવસોમાં સમગ્ર ભાવનગર શહેરી વિસ્તારમાં ર૭૦૦૦ જેટલી એલ.એ.ડી. લાઈટો નંખાય જશે આ માટેની સદ્યન કામગીરી પણ ચાલી રહી છે. આમ તેમણે વિકાસની તેજગતિની કેટલીક વાતો કરી ઈન્ડસ્ટ્રીઝ ઉધોગોની હરણ બાબત નિર્દેશો કર્યા હતા.

Previous articleશહેરમાં દિવસભરના ઉકળાટ બાદ મોડીસાંજે મેઘરાજાની પૂનઃ પધરામણી
Next articleતળાજા રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા