ઘરફોડ અને વાહન ચોરીનો ભેદ ઉકેલતી ભાવ. SOG

1188
bvn4112017-5.jpg

ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાની સંયુક્ત બાતમી આધારે આજરોજ ઇસ્કોન મેગા સીટી મેક્સેસ સિનેમા આગળ યુનિવર્સીટી ગેટ પાસેથી જયદેવ ઉર્ફે ભોલો ધીરૂભાઇ રાઠોડ આઝાદનગર ભાવનગર તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને શંકાસ્પદ બજાજ પલ્સર મોટર સાયકલ તથા એક મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા ૫૦૦૦/- સાથે પકડી પાડવામાં આવેલ અને આ બાબતે આરોપી તથા સગીરની પુછપરછ કરતા તેઓએ કબુલાત આપેલ કે, ગઇ નવરાત્રીમાં જયદેવ ઉર્ફે ભોલો તથા સગીર આરોપી તથા વિરભદ્રસિંહ લાલભા ગોહિલે મળી ભરતનગર શ્રીનાથજીનગરમાંથી રાત્રીના સમયે ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૩૦,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરેલ છે. જે બાબતે તપાસ કરતા ભરતનગર પો.સ્ટે. ગુન્હો રજી. થયેલ છે. 
બે વર્ષ પહેલા વાઘાવાડીરોડ સુરભી મોલ પાસેથી સગીર આરોપીએ એક સુઝુકી કંપનીનું એકસેસ મો.સા. ચોરી કરેલ જે મો.સા. સગીરે શાસ્ત્રીનગર અક્ષરદીપ કોમ્પલેક્ષ પાસે બીનવારસી મુકી દેતો હતો અને જરૂર પડયે ત્યાથી લઇ ફરવતો હતો જે અક્ષરદીપ કોમ્પલેક્ષ પાસેથી કબ્જે કરવામાં આવેલ છે. જે બાબતે નિલમબાગ પો.સ્ટે.માં ગુન્હો રજી. થયેલ છે.  પાંચેક મહિના પહેલા રામમંત્રમંદિર પાસેથી સગીર આરોપીએ એક બજાજ પલ્સર મો.સા. ચોરી કરેલ હતુ જે મજકુર બંન્ને પાસેથી કબ્જે કરેલ છે. 
મજકુર બંન્ને સાથે ઘરફોડ ગુન્હામાં સામેલ આરોપી વિરભદ્રસિંહ લાલભા ગોહિલ આઠ દિવસ પહેલા મરણ ગયેલ હોવાની હકિકત જણાવેલ છે. એસ.ઓ.જી. પોલીસે ઘરફોડ ચોરીનો તથા વાહન ચોરીનો મળી કુલ રૂપિયા ૫૫૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં બંન્ને આરોપીઓને સોપી આપેલ છે.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજમાં મેકઅપ સેમિનારનું આયોજન
Next articleજેસર તાબેના રાણી ગામના દલિત યુવાનની કરપીણ હત્યા