જેસર તાબેના રાણી ગામના દલિત યુવાનની કરપીણ હત્યા

777
bvn4112017-1.jpg

ભાવનગર જિલ્લાના જેસર તાબેના રાણી ગામે દલિત યુવાનની કરપીણ હત્યા થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ હત્યા આડા સંબંધને લઈને થઈ હોવાની મોડીરાત્રિના પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. 
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર જિલ્લાના જેસર તાબેના રાણી ગામ (દેપલા) નજીક શેત્રુંજી પુલ પાસેથી આ જ ગામના નાગજીભાઈ મીઠાભાઈ ગોહિલ ઉ.વ.રર નામના દલિત યુવાન પર અજાણ્યા શખ્સોએ ધડાધડ છરીના અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટ્યા હતા. આ બનાવની જાણ થતા ભાવનગર એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોર્ડ, જેસર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. 
દરમિયાન મોડીરાત્રિના હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ લાલજીભાઈ મીઠાભાઈ ગોહિલે જેસર પો.સ્ટે.માં તેના ભાઈ નાગજીભાઈની કૌટુમ્બીક કાકી સાથે આડા સંબંધની શંકા રાખી મીઠાભાઈ ભગાભાઈ ગોહિલ, કાળુભાઈ ભગાભાઈ ગોહિલ, હિંમતભાઈ કમાભાઈ ગોહિલ સહિત કુટુંબીઓએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આડાસંબંધની શંકાથી દલિત યુવાનની થયેલી હત્યાથી નાનકડા એવા ગામમાં ચક્ચાર મચી જવા પામ્યો છે.

Previous articleઘરફોડ અને વાહન ચોરીનો ભેદ ઉકેલતી ભાવ. SOG
Next articleબોરતળાવ દલીતવાસ ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો