રાહુલએ જીજ્ઞેશ મેવાણીની ૯૦% માગ સ્વીકારી લીધી

787
guj4112017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારકાર્યના ત્રીજીવાર ત્રણ દિવસ ગુજરાતમાં આવેલા કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં લીધાં પછી હવે તેમની નજર દલિત નેતા જિગ્નેશ મેવાણી અને પાસના કન્વીનર હાર્દિક પટેલ પર મંડાઈ છે. દલિત નેતા જિગ્નેશ મેવાણી આજે નવસારીના એક ફાર્મ હાઉસમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત યોજી હતી. રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં જિગ્નેશ મેવાણીએ પોતાના સમાજને થતાં અન્યાયમાં ન્યાય મળે સહિતની ૧૭ જેટલી માગણી કરી છે.જેમાં દલિત ડેપ્યુટી સીએમ પદ માગણી શામેલ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. સૂત્રોના હવાલે કહેવાઇ રહ્યું છે કે રાહુલ ગાંધીએ મેવાણીની ૯૦ ટકા સુધીની માગ સ્વીકારી લીધી છે.
રાહુલ ગાંધીએ જિગ્નેશ મેવાણીની માગ સ્વીકારી તો ખરી સાથે આશ્વાસન પણ આપ્યું હતું કે તેમની આ માગણીઓને ચૂંટણી ઢંઢેરામાં જોડવામાં આવશે. જિગ્નેશ મેવાણી રાહુલ ગાંધીની સાથે નવસર્જન યાત્રામાં જોડાયાં હતાં, અને જિગ્નેશે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે રાહુલ ગાંધીને મળ્યાં હતાં. તેમણે અમારા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ૯૦ ટકા માગ સ્વીકારી છે, અને તે બંધારણનો અધિકાર છે તેમ કહ્યું હતું.

Previous articleઆતંકી હુમલામાં અમદાવાદનો જવાન શહીદ
Next articleપેટ્રોલ – ડીઝલને જીએસટીમાં સમાવાય તો ભાવ નિયંત્રણમાં આવે : રાહુલ ગાંધી