પદ્માવતી ફિલ્મના વિરોધ બાદ રાજપુત સમાજ હવે અનામતની માંગ કરશે

802
gandhi5112017-2.jpg

સમાજે ઈન્ફોસીટી ખાતે પત્રકાર પરિષદ બોલાવી પદ્માવતી ફિલ્મનો સખત વિરોધ દર્શાવ્યો હતો. હાજર રાજપુત આગેવાનોએ આ સાથે જ ગાંધીનગર રામકથા મેદાનમાં આગામી ૧ર તારીખે રાજપુત સ્વાભિમાન સંમેલનની પણ જાહેરાત કરી હતી. જેમાં સમાજને લગતાં તમામ પ્રશ્નો અને માંગણીઓની ચર્ચા કરવાનો સંકલ્પ તેમણે કરેલો છે. સંસ્થા વતી લોકેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આગામી રાજપુત સ્વાભિમાન સંમેલનમાં રાજપુત સમાજની વિવિધ માંગણીઓ અને વર્ષોથી થઈ રહેલાં અન્યાય બાબતે અવાજ ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત સમાજના બાળકોને થતા અન્યાય સંદર્ભે અનામતની માંગ પણ ઉઠાવવામાં આવશે. આમ ચૂંટણીઓ નજીક આવતા જ વિવિધ સમાજની સાથે રાજપુત સમાજે પણ પોતાની માંગણીઓ બુલંદ કરવાનું નકકી કર્યું છે. પદ્માવતી ફિલ્મના વિરોધથી શરૂ થયેલું રાજપુત સંગઠન હવે અનામત સહિતની માંગણીઓ સાથે મેદાને ઉતરવાનું છે. 

Previous articleઅખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજનો સ્નેહ સમારંભ યોજાયો
Next articleગાંધીનગરમાં ઉમેદવાર જાહેર થયા વગર માહોલ જામતો નથી