આંતર કોલેજ હોકી સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજ ચેમ્પિયન

584
bvn1152017-5.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા આંતર કોલેજ હોકીની સ્પર્ધામાં  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર  યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ યુનિ. ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ  ભાગ લીધો હતો. જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની હોકીની ટીમે તેમની હરીફ ટિમને ફાઈનલમાં પરાજીત કરીને ચેમ્પીયનશીપ મેળવી હતી. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં હોકીની સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવીન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા પાઠવી હતી.