રાજયભરમાં વીવીપેટ મશીન અંગે મતદારોને જાણકારી આપવામાં આવી

1092
gandhi7112017-5.jpg

રાજ્યમાં આવતા મહિને ૬ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરે વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે મતદાન થશે. આ વખતે રાજ્યના તમામ ૫૦,૧૨૮ મતદાન કેન્દ્રોમાં વોટર વેરીફાઇડ પેપર ટ્રેલ મશીન (વીવીપેટ)નો ઉપયોગ થશે. દેશમાં અત્યાર સુધી અગાઉ ક્યારેય આટલા મોટા પાયે વીવીપેટનો ઉપયોગ થયો નથી.
વીવીપેટના માધ્યમથી મતદારને ફીડબેક મળે છે. પ્રિન્ટરની જેમ તે ઇવીએમની સાથે જોડવામાં આવે છે. મતદારનો વોટ યોગ્ય જગ્યાએ ગયો છે કે નહીં તે વીવીપેટ દ્વારા જાણી શકાય છે.
વીવીપેટની જરૂર કેમ પડી?ઘણીવાર ચૂંટણી હાર્યા બાદ રાજકીય પક્ષો ઇવીએમની આ ખામીનો ફાયદો ઉઠાવીને ચૂંટણી જીતનાર પાર્ટી પર ઇવીએમમાં ગેરરીતિ આચર્યાનો આક્ષેપ મૂકે છેશું તમે ચબરખીને સાથે રાખી શકશો?ના. મતદાર પોતાની સાથે નહીં રાખી શકે. તે ગુપ્ત મતદાનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. જો ચબરખીમાં એવા ઉમેદવારની ડિટેલ આવે જેને વોટ નથી આપ્યો તો શું? ઉપસ્થિત પ્રિસાઇડીંગ ઓફીસરને ફરિયાદ કરવાની રહે છે. 
આ અંગે ચૂંટણી અધિકારી ફરિયાદ કરનાર વ્યક્તિ પાસે સોગંદનામું ભરાવશે. આરોપ ખોટા પુરવાર થશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરાશે. 
ગુજરાતના તમામ ૫૦૧૨૮ પોલીંગ બૂથ પર પહેલીવાર વીવીપેટનો ઉપયોગ થશે.કેવી રીતે ખબર પડશે કે વોટ ક્યાં ગયો છે? વીવીપેટ મશીન કેવી રીતે કામ કરે છે મતદાર વોટ આપશે ત્યારે ફફઁછ્‌ની સ્ક્રીન પર એક ચબરખી નીકળશે. એમાં તમે જે ઉમેદવારને વોટ આપ્યો છે તેમનું નામ અને નિશાન જોવા મળે છે. સાથે જ ઉમેદવારનો સિરિયલ નંબર પણ જોવા મળશે. આ ચબરખી સાત સેકન્ડ સુધી જોઈ શકાશે.

Previous articleચુંટણી પ્રચાર માટે બાપુના ડિજિટલ રથ તૈયાર
Next articleવાવોલમાં ધૂળીયા રસ્તા અને અગવડોથી નાગરિકો પરેશાન