સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી લક્ષી ફ્લેગ માર્ચ યોજાઈ

734
bvn7112017-5.jpg

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા જવાનોની ટુકડીઓએ ધામા નાખ્યાં છે. જિલ્લામાં ચૂંટણી દરમ્યાન શાંતિ અને સલામતિ જળવાઈ રહે તે માટે સિહોરના સોનગઢ પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાવાની છે. ભાવનગર જિલ્લામાં સાત બેઠકો પર ૯ ડિસેમ્બરે મતદાન થશે ત્યારે ચૂંટણી દરમ્યાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ગૃહ વિભાગ તરફથી સુરક્ષા માટે સુરક્ષાબળોની ફાળવણી કરાઈ છે..સોનગઢમાં પણ સુરક્ષાના જવાનોની ટીમે ફ્લેગ યોજી હતી.