અપહરણ અને બળાત્કારના ગુન્હામાં બે આરોપીઓ ઝડપાયા

539
gandhi10112017-5.jpg

પેથાપુર પોલીસ સ્ટેશનના ટીંટોડા ગામે ૩મી નવેમ્બર, ર૦૧૭ ના રોજ ટીંટોડા ગામની સગીરવયની બાળાનું અપહરણ કરી બળાત્કારનો બનાવની ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલ હતી. 
જે અંગે ગાંધીનગર પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અધિક પોલીસ અધિક્ષક વિજય પટેલની સુચના અને માર્ગદર્શન નીચે સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એલ. ડી. વાઘેલાની ટીમ દ્વારા તપાસ ચલાવી બે આરોપીઓ રજની ઉર્ફે વિજય દશરથજી ઠાકોર ઉં. વ. ૧૯ તથા મહેશજી ઉર્ફે લાલાજી દશરથજી ઠાકોર ઉ.વ. ૩૦ બંન્ને રહે ટીંટોડાવાળાઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરેલ છે. 
આ કામગીરીમાં સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એલ. ડી. વાઘેલાની સાથે એ.એસ.આઈ. પરબતસિંહ તખતસિંહ તથા પો.કો. બિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, જયેશભાઈ જીવાભાઈ અને તથા યોગેશકુમાર કાળીદાસ સામેલ હતા.