ચોરાઉ મોટર સાયકલ સાથે ખરેડ ગામો શખ્સ ઝડપાયો

965
bvn12112017-1.jpg

મહુવા તાલુકાના ખરેડ ગઢડા રોડ પાસે રહેતો બાવાજી શખ્સને મહુવા પોલીસ સ્ટાફે ચોરાવ મોટર સાયકલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહુવા પી.એસ.આઈ. જે.પી.ચૌધરી  તથા હેડ કોન્સ. ઓમદેવસિંહ ઝાલા,પો.કોન્સ. ભદ્રેશભાઇ ગણેશભાઇ, વિરૂભાઇ નથુભાઇ પરમાર રીતેનાં પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન મહુવા ગાયત્રી મંદિર સામે ભવાનીનગર રોડ પાસે આવતા સામેથી ભાવીક દિનેશભાઇ ગૌસ્વામી ઉ.વ.૧૯ રહે. ખરેડ ગઢડા રોડ ટોકરીયા મહાદેવ પાસે, તા.મહુવા વાળો શંકાસ્પદ હાલતમાં હોન્ડા શાઇન મો.સા. લઇને નિકળતા તેને રોકી પોતાની પાસેના મો.સા.ના આધાર પુરાવા અને કાગળો માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગતા મો.સા. ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાવતા હોન્ડા શાઇન મો.સા. નં.ય્ત્ન-૦૫-સ્ત્ન-૮૦૯૮ ની કિ.રૂ.૨૫૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરી ઇસમની કડક પુછપરછ કરતા ગઇ તા.૧૯/૧૦/૨૦૧૭ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યે સુરત પુણાગામ ચોકડી પાસે, સિતાનગર જય યોગેશ્વર સોસાયટી ખાતે થી ચોરી કરી લઇ લીધેલની કબુલાત આપેલ છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.