વલ્લભીપુર શહેર કોંગ્રેસ કાર્યકરો દ્વારા સ્નેહમિલન : પ્રમુખની ગેરહાજરી

695
bvn12112017-3.jpg

વલ્લભીપુર શહેર ખાતે કોંગ્રેસના યુવા કાર્યકર અને પાલીકાના સભ્ય સંજય ભલાણી દ્વારા કોંગ્રેસ કાર્યકરોનો સ્નેહમિલન સમારોહ રાખેલ હતો. જેમા અંદાજીત કોંગ્રેસના ૪૦૦ થી ૫૦૦ કાર્યકરો હાજર રહેલ હતા અને પાલીકાના કોંગી સભ્યો પણ ૬૦-૭૦ ટકા હાજર રહેલ હતા પરંતુ આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વઘાસીયા ગેરહાજર રહેલા હોય. તેમજ હાલ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘણા સમયથી શહેર કોંગ્રેસ પ્રમુખ સામે કાર્યકરોનો રોષ જોવા મળી રહ્યા હોય અને આ કાર્યક્રમમાં તો કાર્યકરોનો પ્રમુખ સામે રોષ ચરમસીમાએ પહોચી ગયેલ હોય જેમાં કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી ઘણુ બધુ દર્શાવી રહી હોય તેવુ પણ ચર્ચાઈ રહ્યુ છે.