હત્યાની કોશીશ કરનાર ફરાર આરોપી ઝડપાયો

596
bvn12112017-5.jpg

શહેરનાં ભરતનગર પોલીસ મથકમાં હત્યાની કોશીશનો ગુન્હો નોંધાવ્યો હતો. જે ગુન્હામાં ફરાર વડવા ગરાશીયાવાડમાં રહેતા શખ્સને એસ.ઓ.જી. ટીમે ઝડપી લઈધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવીને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખુનની કોશીષ તથા એટ્રોસીટીના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી સંજયસિંહ ઉર્ફે કુકુ વિક્રમસિંહ જાડેજા રહે વડવા ગરાસીયાવાડ ભાવનગરવાળાને  ઝડપી ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.  આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા