પદ્મમાવતી ફિલ્મનો વિરોધ કરવા માટે મહાસંમેલન

595
guj13112017-8.jpg

ગાંધીનગર રામકથા મેદાનમાં રાજપૂતોની કરણી સેનાએ આપેલા મહાસંમેલનના એલાનને પગલે ફિલ્મ પદમાવતીનો વિરોધ કરવા સમગ્ર રાજ્યના ખૂણેખૂણેથી કરણીસેનાના તેમજ અન્ય રાજપૂત સમાજના લોકો મોટીસંખ્યામાં ઉમટી પડ્યા હતા.
સમગ્ર રાજ્યના રાજપૂતો ઉપરાંત આસપાસના રાજ્ય રાજસ્થાન, એમ.પી.માંથી પણ પ્રતિનિધિઓએ હાજર રહી પદમાવતી ફિલ્મ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ઈતિહાસ સાથે ચેડા કરી માતા પદમાવતીની છબી ઝાંખી કરવા ઉપરાંત માતૃશક્તિનું અપમાન ગણાવી કોઈપણ સંજોગોમાં નહીં ચલાવી લેવા એક અવાજે વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર પથ્થરો કો ભી પીગલા દે…, જય ભવાની, જય ભવાનીના નાદ સાથે મેદાન ગુંજી ઉઠ્યું હતું. રાજપૂતોએ તલવારથી, પોતાની તાકાતથી રચેલા ઈતિહાસને તોડી-મરોડી પ્રસ્તુત કરવાનું ચલાવી નહીં લેવામાં આવે તેવું મંચ પરથી મહાનુભાવોએ જણાવ્યું હતું. સાથે કેટલાક રાજવી પરિવારના અને રાજકિય પક્ષોના આગેવાનો પર મંચ પર જોવા મળ્યા હતા.