રેલીઓ-રંગોળી ચિત્ર સ્પર્ધા, મહેંદી હરિફાઇ-શેરી નાટક-રંગલા રંગલીના કાર્યક્રમો સૂત્રો- નિબંધ સ્પર્ધા અને વકૃતત્વ સ્પર્ધાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાની શાળાઓના બાળકો દ્રારા વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ અન્વયે અનેક કાર્યક્રમોના આયોજન દ્વારા શાળાઓના વિધાર્થીઓ અનેરા ઉત્સાહ સાથે ભાગ લઇ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
તા. ૧૩ થી ૧૮ નવેમ્બર- ૧૭ દરમ્યાન શાળાઓના વાલીઓનો સંપર્ક કરી મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડવો, ગામ – શહેરના વયોવૃધ્ધ મતદાતા/દિવ્યાંગ મતદાતા, યુવા મતદાતાને શાળાની પ્રાર્થના સભામાં બોલાવી સન્માન કરી મતદાન જાગૃતિનો સંદેશ પહોચાડવામાં આવે છે. તા. ૨૦ થી ૨૫ નવેમ્બર- ૨૦૧૭ દરમ્યાન શેરી નાટક- રંગલા-રંગલીના પાત્ર દ્રારા મતદાતા જાગૃતિમાં ૧૦૦ ટકા મતદાન માટે સહી ઝુંબેશ તથા તા. ૨૭મી નવેમ્બર થી તા.૩ ડિસેમ્બર દરમ્યાન ગામ-શહેરના જાહેર સ્થળો પર મતદાન જાગૃતિને લગતા સુત્રો – શ્લોગન લખવા તથા તા. ૦૪ થી ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭ દરમ્યાન નિબંધ સ્પર્ધા – વકતૃત્વ સ્પર્ધા અને રેલીઓના કાર્યક્રમોનું આયોજન દ્વારા વધુ મતદાન થાય તે માટે જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.