શેત્રુંજી ડેમ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

828
bvn14112017-2.jpg

પાલીતાણાના શેત્રુંજી ડેમ ખાતે મતદાન જાગૃતિ કરવામાં આવ્યું હતું. અહીની ઉત્તર બુનિયાદી વિદ્યાલય, તથા શેત્રુંજીડેમ કેન્દ્રવર્તી શાળા તેમજ કે.જી.બી.વી.શાળાના વિદ્યાર્થી ભાઈ-બહેનો મતદાન જાગૃતિ અંગેની સાઈકલ રેલીમાં જોડાયા હતા. તાલુકા પ્રા.શિક્ષણાધિકારી જ્યોત્સનાબેન જાડેજા, ટી.ડી.ઓ. બાથાણી, અગ્રણી લવજીભાઈ ધોળિયાએ સાઈકલ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ સિચાઈ તાલુકામાં વિવિધ એકટીવીટી જેવી કે, મતદાન જાગૃતિ રથ, આંગણવાડી, બહેનો, આશાવર્કરો, હેલ્થ વર્કરો દ્વારા માનવ સાંકળ, મહિલા પ્રભારેલી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.  શેત્રુંજીડેમ ખાતેની સાઈકલ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જોડાયા હતા.