ચોરીના ગુન્હામાં ૩ વર્ષથી ફરાર આરોપી સોનગઢ ખાતેથી ઝડપાયો

598
bvn14112017-5.jpg

ભાવનગર જિલ્લાનાં સોનગઢ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીનાં ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીની એસ.ઓ.જી.પોલીસે સોનગઢ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો.
ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે ખાસ ઝુંબેસ હાથ ધરેલ  તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવનગર જીલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ચોરીના કેસમાં  ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી હસમુખ ઉર્ફે ખુશાલ વાલજીભાઇ વાઘેલા રહેવાસી હાલ-બરવાળા મુળ-પાલીતાણા જી. ભાવનગરવાળાને  સોનગઢ  બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. 
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા હેડકોન્સ. યોગેન્દ્રસિંહ એન. ગોહીલ, પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા, નિતીનભાઇ ખટાણા, રાજદીપસિંહ ગોહીલ તથા ડ્રાઇવર પો.કોન્સ. ભરતદાન ગઢવી જોડાયા હતા.