વિધાનસભા આચારસંહિતાને લઈને સેવા સદન બોર્ડ બેઠક નિયમ પ્રમાણે મળી

676
bvn15112017-14.jpg

નિયમોની પુસ્તિકાના નિયમ-૧ (એ) મુજબ દરેક માસમાં એક સભા મળવી જોવે તે નિયમ મુજબ મહાપાલિકાની સભા આજે મળી હતી. આ સભામાં વંદે માતરમના ગાન સાથે પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લેતા આચારસંહિતાના કારણે બોર્ડમાં કોઈ પ્રશ્નોત્તરી કે પ્રશ્નો બાબતે ચર્ચા થવા પામી ન હતી. બેઠકમાં કમિ. કોઠારી તથા અન્ય અધિકારીગણ પણ હાજર રહેલ.
આ પછી તુરત જ સ્ટેન્ડીંગ કમિટી બેઠક મળેલ. આ બેઠકમાં પણ આચારસંહિતાને કારણે કોઈ ચર્ચાઓ કર્યા વગર સ્ટેન્ડીંગ કમિટી પણ થુરી થવા પામેલ. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આ બેઠકો કોઈ પ્રશ્નો સહિતની કાર્યવાહી દુર રહીને મિટીંગો પુરી થઈ હતી. બેઠકમાં ચારેક નગરસેવકોની રજા આવી હતી. આ અંગે મેયરે બોર્ડ સમક્ષ સભ્યોની રજાની વિગત જણાવી રજા મંજુર કરી હતી.

Previous articleજાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૦ શકુની ઝડપાયા
Next articleબંધ બંગલામાંથી ૧૨ કિલો ચાંદી, રોકડની ચોરી