ભાવનગર એસઓજી ટીમે બે અલગ-અલગ દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૦ શકુનીને ઝડપી લીધા હતા. જેમાં ગુલીસ્તા મેદાન સામે ઈવા કોમ્પ્લેક્ષમાંથી ૭ને અને અધેવાડા ગામમાંથી ૩ ઈસમોને રોકડ સહિતની મત્તા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમારની સુચનાથી પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ બાતમી આધારે ભાવનગર શહેરના ગુલીસ્તા મેદાન સામે આવેલ ઈવા કોમ્પ્લેક્ષના બીજા માળે ગેલેરીમાં જાહેરમાં ગંજીપાનાના પત્તા તથા રોકડ રકમ વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ખુમાનસિંહ જયદેવસિંહ જાડેજા રહે.કાળીયાબીડ, તુષારભાઈ રસીકલાલ પરમાર રહે.સિહોર, હિતેશભાઈ ચંદુગીરી ગોસ્વામી રહે.કાળીયાબીડ, અજયભાઈ ધીરજલાલ દફતરી રહે.કાળાનાળા, ભાવનગર, કેતન મનહરભાઈ વ્યાસ રહે.શિવાજી સર્કલ, હરેન્દ્રસિંહ ભુપતસિંહ ગોહિલ રહે.કાળીયાબીડ, ભાવનગરવાળાઓને રોકડ રૂપિયા રપ,૦૮૦ તથા મોબાઈલ ફોન નં.૬, કિ.રૂા.૩૭,૦૦૦ મળી કુલ કિ.રૂા.૬ર,૦૮૦ તથા જુગાર સાહિત્ય સાથે ઝડપી પાડી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ. જ્યારે બીજી રેડમાં બાતમી આધારે અધેવાડા ગામ વિઠ્ઠલેશ્વર મહાદેવના મંદિરની પાછળ જાહેરમાં ગંજીપાનાના પત્તા સાથે રોકડ રકમ વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ધર્મેશભાઈ પ્રવિણભાઈ ચૌહાણ, હિતેશ અશોકભાઈ જાદવ, કાળુભાઈ કાનજીભાઈ સોલંકી રહે.ત્રણેય અધેવાડા ગામ ભાવનગરવાળાઓને રોકડ રૂપિયા ૭૧૭૦ તથા મોબાઈલ ફોન-૪ કિ.રૂા.૧૩,પ૦૦ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ર૦,૬૭૦ તથા જુગાર સાહિત્ય સાથે ઝડપી પાડી ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમાર તથા હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા, પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી, યોગીનભાઈ ધાંધલ્યા, પ્રદિપસિંહ ગોહિલ, રાજદિપસિંહ ગોહિલ, હરેશભાઈ ઉલવા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ એએસઆઈ જી.પી. જાની, હેડ કોન્સ. ઓમદેવસિંહ, લગ્ધીરસિંહ જોડાયા હતા.