નર્મદા સિમેન્ટ જાફરાબાદ ખાતે માઈન્સ લીઝ અંગે લોક સુનાવણી

1051
guj792017-4.jpg

બાબરકોટ નર્મદા સિમેન્ટ જાફરાબાદ ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માઈન્સ લીઝ બાબતે લોક સુનાવણી (પબ્લીક હેરીંગ) ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્ર બોર્ડના અધિકારી આર.આર. વ્યાસ તેમજ એડીશ્નલ જિલ્લા કલેક્ટર ડી.ડી. પંડયાના અધ્યક્ષસ્થાને હજારો માણસો જે આજુબાજુના ૧૦ ગામોની જનતાએ ઉગ્ર રજૂઆત કરેલ.
બાબરકોટ નર્મદા સિમેન્ટ જાફરાબાદ ખાતે ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્ર બોર્ડ દ્વારા માઈન્સ લીઝ બાબતે લોક સુનાવણી પબ્લીક હેરીંગ ૧૦ ગામોની વિશાળ સંખ્યામાં જનતાની હાજરીમાં અને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત વચ્ચે યોજાયો. લોક સુનાવણીમાં બાબરકોટ તેમજ આજુબાજુના લગતા ગામો તથા કાગવદર સરપંચ મહીપતભાઈ બાલાનીવાવાના પ્રતાપભાઈ વરૂ તેમજ વિદ્યાર્થીઓ ગામ આગેવાનો તેમજ અંબરીશભાઈ ડેર સહિત આગેવાનો તેમજ તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા, ડેપ્યુટી કલેક્ટર દિલીપસિંહ વાળા, મામલતદારો બન્ને તાલુકાના તેમજ કંપની યુનિટ હેડ રમણા રાવ, બાબરકોટ યુનિટ હેડ વિજય એકરે, દિપક મોલે, ભુપેન્દ્રસિંગ, ભાનુ પરમાર, વિવેક ખોસલા, પંકજ અને સાકરીયા તેમજ કોવાયા અલ્ટ્રાટેક યુનિયના થાનકી વિશ્નુ સહિત બન્ને યુનિટના અધિકારીઓ હાજર રહી ર૭ ગામોના સરપંચોની રજૂઆત સાંભળી યોગ્ય જવાબો જે સરકારમાં રેકોર્ડીંગ થાય તે પ્રમાણે આપ્યા તેમજ જે જે ગામો કંપની તરફથી સુવિધાથી વંચીત હશે. તેને યોગ્ય રીતે ન્યાય અપાશે તેમજ માઈનીંગનો જે વિકટ પ્રશ્ન પ્રદુષણ બાબતે જે જે લોકોએ રજૂઆતો કરી તેના યોગ્ય રીતે કંપની અને ગામના લોકોને જીવંતપર્યત સંબંધો જળવાઈ રહે તેવી રીતે સોલ કરવા જે તે ગામોના આગેવાનો, સરપંચોને સાથે રાખી કરાશે. જેમ કે એક પ્રશ્ન એવો ચમક્યો કે પેઢીયુથી દેશ-વિદેશમાં બાબરકોટનો બાજરો વખણાય છે તેમ આજની તારીખે બાબરકોટની અલ્ટ્રાટેક સિમેન્ટ વખણાય છે જે નરી વાસ્તવિક્તા છે.