પાટનગરમાં ચ-ઘ રોડ પરથી ગેરકાદેસર હોર્ડિંગ્સ હટાવાયા

723
gandhi18112017-1.jpg

પાટનગર સહિત મહાપાલિકા વિસ્તારમાં કોઇપણ પ્રકારની જાહેરાતના બોર્ડ કે ર્હોડિંગ્સ લગાડવા માટે મહાપાલિકાની મંજુરી લેવાનું ફરજાત કરવાની સાથો સાથ તેના માટે જગ્યાઓ નિયત કરી દેવામાં આવી છે અને તેના માટે ખાનગી એજન્સીને કામ સોંપી દેવામાં આવ્યું છે. 
સંજોગોમાં વાઇબ્રન્ટ પ્રદર્શનીમાં યોજાઇ રહેલા સિરામીક એક્સપોને લઇને આયોજકો દ્વારા મન પડે ત્યાં ઉભા કરી દેવામાં ર્હોડિંગ્સ અને બોડ્‌ર્સ પર ગુરુવારે તવાઇ ઉતારવામાં આવી હતી અને દિવસ દરમિયાન ૫૦ મોટા ર્હોડિંગ્સ તથા ૧૦ જેટલા બોડ્‌ર્સ હટાવી દેવામાં આવ્યા હતાં. ર્હોડિંગ્સ હટાવવાની કામગીરી કરનાર ફાયર ઓફિસર મહેશ મોડના જણાવવા પ્રમાણે એક્સપોના આયોજકો દ્વારા ઉપરોક્ત બોર્ડ, હોડિંગ્સ લગાવવા માટે કાયદેસરની કોઇ પ્રક્રિયા કરવામાં આવી હતી. 
મહાપાલિકા દ્વારા ખાનગી એડ એજન્સી સાથે પ્રકારે જાહેરાત કરવા સંબંધિ કરાર કરવામાં આવ્યા હોય અને તેનો ભંગ થતો હોવાથી એજન્સી દ્વારા ફરિયાદ કરવામાં આવ્યાના પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાના આદેશથી ઉપરોક્ત તમામ બોર્ડ, ર્હોડિંગ્સ હટાવી દેવામાં આવ્યા હતાં. બોર્ડ અને ર્હોડિંગ્સ લગાડવા દરમિયાન રસ્તા અને પેવર બ્લોકને નુક્શાન થયું હોવાથી મુદ્દે મ્યુનસિપલ કમિશનર દ્વારા એક્સપોના આયોજકોને નોટિસ ફટકારીને આગામી દિવસોમાં દાખલારૂપ એવી કાયદેસરની દંડાત્મક કાર્યવાહી થાય તેવી શક્યતા છે.