માણસામાં હાર્દિકની સભાનું આયોજન સીડી અંગે ખુલાસો કરે તેવી શકયતા

760
gandhi18112017-4.jpg

પાટીદાર અનામત આંદોલન સમિતી અધ્યક્ષ હાર્દિક પટેલ પર મહેસાણામાં પ્રવેશબંધી હોવાનાં કારણે પાસેનાં માણસામાં તા ૧૮મી નવેમ્બરનાં રોજ સભાનું આયોજન થયું છે. જેમાં ૫ હજાર લોકો આવે તેવો દાવો થઈ રહ્યો છે. દરમિયાન હાર્દીકનાં નામની કથિત સીડી જાહેર થતા સભાને લઇને ચર્ચા જાગી હતી. તો હાર્દીકે પણ માણસાની સભામાં આ સીડી અંગે બાજી ખુલ્લી કરવાની જાહેરાત કરી સભા યથાવત રાખી છે.
માણસામાં સભાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તેમ છતા સભા થશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.પાટીદાર અનામત આંદોલન સમિતીના અધ્યક્ષ હાર્દીક પટેલ ભાજપને પાડી દેવાની વાતો કરી રહ્યો છે પણ કોંગ્રેસસાથે જોડાયો નથી. ચૂંટણી નજીક આવતા હાર્દીકની સક્રીયતા વધી છે.
કોંગ્રેસ પણ સીડી મુદ્દે હાર્દીકનાં બચાવમાં ઉતરી હતી. ત્યારે હાર્દીકે સીડી અંગેનો જવાબ માણસાની સભામાં આપવાનું જણાવ્યુ હતુ.