હિંમતનગર ખાતે ચૂંટણી ખર્ચ નિયંત્રણ અંગે માઇક્રો ઓબ્ઝર્વર અધિકારીઓની બેઠક યોજાઇ

1127
gandhi18112017-10.jpg

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ માટે ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ. આર. પરમારના અધ્યક્ષ સ્થાને માઇક્રો ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી
સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભા બેઠકો માટે કાર્યરત એકાઉન્ટીંગ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ અને વિડીયો વ્યુઇંગ ટીમના લીડરો અને નોડલ ઓફિસરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વિધાનસભાની ચાર બેઠકો માટે કાર્ય કરતી ટીમોની વ્યવસ્થા, માળખાકીય સુવિધાઓ તેમજ પોતાના કાર્યક્ષેત્રમાં કરવાની કામગીરી અંગે કોઇ મુશ્કેલી હોય તો તે અંગેના પ્રશ્નોનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં એકાઉન્ટીંગ ટીમના સભ્યો અને એકાઉન્ટ ઓફિસરો સહિત સબંધીત નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleઇડર ખાતે પોલીંગ સ્ટાફને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી પી.સ્વરૂપ
Next articleમાણસામાં હાર્દિકની સભાનું આયોજન સીડી અંગે ખુલાસો કરે તેવી શકયતા