BJPની જો ૬૦થી વધુ સીટો આવશે તો હું જેલમાં જવા તૈયાર, માણસામાં હાર્દિક હુંકાર

768
guj19112017-9.jpg

હાર્દિક પટેલની માણસા સભામાં જય સરદારના નારા સાથે સંબોધન કર્યું ભાજપ સરકારના ૧૮૨ ઉમેદવારોને નપુંસક કહ્યા હતા, સિંહ જોવો હોય તો ગીરના જંગલમાં નહિ માણસામાં આવવું પડે, ધણા બધા લોકોએ આરોપો અને પ્રત્યારોપો કર્યા, પાણી વગરના રૂપાણીએ માણસાની સભા સ્થગીત કરવામાં ભાગ ભજવ્યો હતો. અમને કોઇ પણ મંજૂરીની જરૂર નથી, પોલીસને ઉભી કરીને ડરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અમે ઇમાનદાર પોલીસથી ડરીએ છે, ભષ્ટ્રાચારી પોલીસ અમે ડરતા નથી.
ગુજરાતના બધા સમાજ અત્યારે ચોર સરકાર સામે રોડ પર આવ્યા છે. સીડી બતાવીને મારા ચારીત્ર્ય પર લાંછન લગાડ્યું છે. ૨૦૦૭માં સંજય જોશીને બદનામ કર્યા અને હવે મને બદનામ કરવાનો વારો છે. અમારી સામે લડવું હોય તો અમે કાયદેર લડવા મટે પણ તૈયાર છીએ, અને ગુડ્ડા બનીને પણ લડવા તૈયાર છું, સરકાર પર પ્રહાર કરતા કહ્યું હુ છું વિકાસ નહિ, સરકારે કહેવું જોઇએ કે, હું છું મૂર્ખ વિકાસ. હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા હતા. અધિકાર સંમેલનમાં ૩૦થી ૩૫ હજાર લોકો ઉમટ્યા છે. અને હજી ૧૦ થી ૨૦ હજાર લોકો માણસાની બહાર ઉભા છે,  જેમને અંદર પ્રવેશ મળતો નથી. હજી બીજી ૫૦ સીડી આવે તો પણ મને કોઇ તકલીફ નથી પડવાની. જેલમાં જવા માટે તૈયાર છીએ. નીતીન પટેલને કહ્યું બચકા કાકા કહી મજાક ઉડાવી, ડે. સીએમને કહ્યું કે ગળાનું ઓપરેશન કરવી સમજાય તેમ બોલો. કેશુ બાપા પાસે કોઇ નથી ઉભુ રહ્યું. ગુજરાતની અંદર કોઇ ખેડૂતને આત્મહત્યા ન કરવી પડે તે માટે હુ બહાર આવ્યો છું, હું પૈસાના જોરે ખરીદાય તેમ નથી. મારી જીભ કડવી છે પટેલની પેદાશ છું અને મારે કોઇના વોટ નથી જોતા અનામત આપો અને છાતી ઠોકીને કહું છું, અનામત તો લઇને જ જંપીશ, ચૂંટણી ટાણે કોઇ પણ પાટીદાર ચવાણા ગાંઠીયા અને ભજીયામાં નહિ ભોળવાય, ધારાસભ્યો બની ભાજપના લોકો ગાંધીનગરમાં પ્લોટ લેવા માટે જાય છે. ચૂંટણી ટાણે જ ભાજપ જોડે આટલા બધા પૈસા કેવી રીતે આવે છે.
છોકરી જોડે બળાત્કારનો કેસ કરાની ધમકી આપવામાં આવે છે. મને કોઇનાથી ડર લાગતો નથી. હું ધારૂ તો વિડોયોમાં નિતીન ભાઇ અને રૂપાણીને પણ બેસાડી શકું છું, ટેકનોલોજીની મદદ લઇને મારા પર લાન્છન લગાવવામાં આવે છે. ભાજપ બ્લેકમેલિંગ કરે છે.
હું ગમે ત્યા જવ તો સરકાર કહે છે કે હાર્દિકની રાજનીતી કરે છે. તો શું નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં કપાસમાં દવા છાટવા આવે છે. ગુજરાતમાં પ્રાઇવેટ સેક્ટરને ઓછા ભાવે જમીનો આપી દીધી છે. કોઇ ગામમાં જ્યારે ગુન્હો કરવામાં આવે છે ત્યારે પોલીસ ૫ કલાક મોડી આવે છે, અને હાર્દિક જ્યા જાય ત્યા એસ.આર.પી, અને સી.આર,પી,એફના જવાનો કોર્ડન કરવામાં આવે છે. ભાજપની ૬૦થી વધુ સીટો નથી આવવાની આને આવશે તો હું જેલમાં જવા માટે તૈયાર છું, જેલમાં રહીને ૧૮૨ વિધાનસભાના કોઠા સીખ્યો છું.

Previous articleખામીયુક્ત VVPATનો ઉપયોગ કરાશે નહીં, ચૂંટણીપંચની હાઈકોર્ટને ખાતરી
Next articleભાજપમાં અસંતોષ : આઈ.કે.જાડેજા નારાજ થયા,જેઠા સોલંકીનું રાજીનામું