ભાજપમાં અસંતોષ : આઈ.કે.જાડેજા નારાજ થયા,જેઠા સોલંકીનું રાજીનામું

751
guj19112017-8.jpg

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીને લઈ ઠેર-ઠેર અસંતોષ ભભૂકી ઊઠયો છે. દસ્ક્રોઈ વિધાનસભા બેઠક માટે બાબુ જમના પટેલનું નામ જાહેર થતાં જ વિરોધ ઉગ્ર બન્યો છે. કાર્યકરોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે. બાબુ જમનાનું નામ જાહેર થતાં જ ભડકો થતાં જિલ્લાપંચાયતના ભાજપના ત્રણ સભ્યો રાજીનામા આપશે તેવી જાહેરાત કરાઈ છે. તો શનિવારે કોડિનાર બેઠક ઉપરથી ટિકિટ ન મળવાની શક્યતાઓથી જેઠા સોલંકીએ પણ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ મિડિયા સમક્ષ પાર્ટી વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે મને પાર્ટીએ રોકવાનો પ્રયાસ કર્યો. આનંદીબેનની સરકારે દલિતો માટે સારું કામ કર્યું તેથી તેમણે પદ ગુમાવવાનો વારો આવ્યો તેવો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં નહીં જોડાઉ અને મારા પરિવાર સાથે જ સમય વિતાવીશ પરંતુ આનું પરિણામ ભાજપાએ ભોગવવું પડશે.
જેઠા સોલંકી સંસદીય સચિવ હતા. તો બીજી તરફ જે બેઠક ઉપર અત્યારે સંભવીત ઉમેદવારોના નામ હોય તેવી બેઠકો પર સ્થાનિક કાર્યકર્તાઓ રોષે ભરાયા છે અને પોતાના પસંદગીના નેતાઓને ટિકિટ આપવામાં આવે તેવી માંગી પણ કરવામાં આવી રહી છે. જ્યારે જે બેઠક ઉપર નામ જાહેર થયા છે તેવી કેટલીક બેઠકો ઉપર પોતાના પસંદગીના નેતાનું નામ ન હોવાથી પણ કાર્યકરોમાં રોષ ફેલાયો છે. અને આવી બેઠક ઉપર ઉમેદવારોના નામ બદલવાની પણ માંગણી કરાઇ રહી છે. 
તાજેતરમાં કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં આવેલા જસદણના ભોળાભાઈ ગોહિલ ટિકિટ ન મળવાના કારણે નારાજ છે. ભોળાભાઈ કમલમ ખાતે રજૂઆત કરશે.

Previous articleBJPની જો ૬૦થી વધુ સીટો આવશે તો હું જેલમાં જવા તૈયાર, માણસામાં હાર્દિક હુંકાર
Next articleકોલવડા ખાતે પદ્માવતિને લઈ બેનર લાગ્યા