બાળા પર દુષ્કર્મ મામલે કોળી સંમેલનમાં પોલીસ દોડી ગઈ

898
bvn20112017-5.jpg

શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી બાળા પર કોઈ નરાધમે બે માસ પહેલા દુષ્કર્મ કર્યાની બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવ અંગે આજદિન સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા નથી. દુષ્કર્મ કરનાર નરાધમ હજુ ખુલ્લેઆમ ફરે છે. આ બનાવથી કોળી સમાજના અલગ-અલગ સંગઠનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. ગામેગામ આવેદનપત્રો પાઠવાયા છે છતા કોઈ પરિણામ ન મળતા આજરોજ કોળી સમાજ દ્વારા મહાસંમેલનનું ચિત્રા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સંમેલન શરૂ થાય તે પહેલા ડીવાયએસપી ઠાકર, એસઓજી સ્ટાફ અને બોરતળાવ પોલીસ સહિતનો કાફલો સંમેલન સ્થળે દોડી જઈ આયોજન બંધ કરાવ્યું હતું. જેનાથી કોળી સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. પોલીસ દ્વારા સંમેલન બંધ કરાવવાથી કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.