રાજુલા-જાફરાબાદ NSUI દ્વારા મિટીંગ યોજાઈ

675
guj21112017-1.jpg

રાજુલા-જાફરાબાદ પંથકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજુલા ખાતે અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિત ૯૮ વિધાનસભા ચૂંટણી અન્વયે રાજુલા-જાફરાબાદ તાલુકાના એનએસયુઆઈના પ્રમુખ કરણભાઈ કોટડીયાની અધ્યક્ષતામાં ચૂંટણી અનુલક્ષી કામગીરીને લઈને મિટીંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા મંત્રી રોહન ગોસ્વામી, રાહુલ ધાખડા, યોગેશ ગોસ્વામી, રમેશ લાખણોત્રા, દિગ્વિજય વરૂ, પૃથ્વી વરૂ, ભગીરથ ધાખડા, યુવરાજ, જય સહિત મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.