બીબીએનાં ૪૬ વિદ્યાર્થીઓ નું ઇન્ડિયા ઇન્ફોલાઈન ખાતે ઇન્ટર્નશીપ પ્લેસમેન્ટ

925

કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન બીપી.કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીઍ) નાં વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ માટે કોલેજ ખાતે અદ્ભુત કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓનાં અભ્યાસની સાથે-સાથે કોર્પોરેટ જગત નો પ્રાયોગિક અનુભવ થાય એ હેતુ થી કોર્પોરેટ ની મુલાકાત તેમજ તાલીમ અને ત્યારબાદ જોબ પ્લેસમેન્ટ જેવા કાર્યક્રમો કોલેજ સતત કરતી રહે છે. તેમજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ જગત સાથે સતત તાદાત્મ્ય જાળવી રાખે છે. બીબીઍ નાં ૪૬ વિદ્યાર્થીઓ ની ઉપરોક્ત પ્રતિષ્ઠિત કંપનીમાં પસંદગી સૂચવે છે કે તેમની તાલીમ માટે કોલેજ દ્વારા વિશેષ તાલીમ સત્ર નું આયોજન કરવામાં આવે છે. જેથી  વિદ્યાર્થીઓ કોર્પોરેટ વાતાવરણ માટે તૈયાર થઇ વિવિધ ક્ષેત્રે કંપનીઓ માં કાર્યરત થઇ શકે.

પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના દ્વારા ઇન્ડિયા ઇન્ફોલાઈન કંપની તેમજ તેના પ્રતિનિધિ કેલાશ ઉપાધ્યાય ને કાર્યક્રમ માં આવકાર્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સમન્વય કર્યું હતું.

આ ઇન્ટર્નશીપનું મહત્વ, વિદ્યાર્થીઓ ને શિખવા માટે નાં મુદા ની વિસ્તૃત માર્ગદર્શન બાદ કંપની તરફથી ઉપસ્થિત ક્ષેત્રીય મેનેજર કેલાશ ઉપાધ્યાય નો પરિચય આપ્યો હતો અને તેમને વક્તવ્ય માટે આમંત્રિત કાર્ય હતા. કેલાશ સાહેબ દ્વારા કંપની વિષેની ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓ ને આપવા માં આવી હતી.જેમાં કેપિટલ માર્કેટ,ઇન્સટ્રુમેંટ ડેબ્ટ ઇક્વિટી ઇન્સટ્રુમેંટ બાબતે વિદ્યાર્થીઓ ને માહિતી આપી હતી.

સાથેસાથે તેઓ દ્વારા મની માર્કેટ તેમજ મની માર્કેટ ના વિવિધ ઇન્સટ્રુમેંટ તેમજ રોકાણ માટે ના વિકલ્પો વિષે ની માહિતી આપી હતી. માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ કેપિટલ માર્કેટ અને મની માર્કેટના વિકલ્પોની તુલનાત્મક ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરી હતી. અને ક્યાં ઉપભોક્તા ને વધારે ફાયદો મળી શકે તેની સમજ આપી હતી. મ્યુચ્યુઅલફંડ ના અલગ અલગ રોકાણ વિકલ્પ જેવાકે ગ્રોથ ફંડ, બેલેન્સ ફંડ બાબતે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શિત કર્યા હતા. જેથી તેઓ નાગરિકો ને તેમની જરૂરિયાત મુજબ ના શ્રેષ્ઠ વિકલ્પ આપી શકે. વિદ્યાર્થીઓ ની પ્રી ઇન્ટર્નશિપ તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓ ને આગામી ૪૫ દિવસ માં તેઓને ઇન્ટર્નશિપ દરમ્યાન જે કાર્યવિશેષ સોંપવા માં આવે તેના તમામ પાસાઓ ની સમજ અહીં તાલીમ દરમ્યાન ઊંડાણપૂર્વક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ઉપરોક્ત બે દિવસીય તાલીમશિબિર માં પ્રેઝન્ટેશન તમજ સોફ્‌ટસ્કીલ, કમ્યુનીકેશન બાબતે તાલીમ આપવા માં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ ને કંપની તરફ થી ૫,૦૦૦ રૂપિયા સ્ટાઇફેંડ ચુકવવા માં આવશે તેમજ પ્રમાણપત્ર આપવા માં આવશે.

સ્નાતક કક્ષા ઍ પ્લેસમેંટ તેમજ ઇન્ટેન્શીપ કરાવતી ગુજરાત ની પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે બીબીઍ કૉલેજ નું કાર્ય અદભૂત કહી શકાય.

વિદ્યાર્થીઓ અભ્યાસ ની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન આ ઇન્ટેન્શીપ દ્વારા મેળવશે અને આ ૪૫ દિવસ માં તાલીમ મેળવી મેનેજમેન્ટ અભ્યાસક્રમ સાથે સાથે પ્રેક્ટીકલ જ્ઞાન મેળવવા નાં અભિગમનો સદુપયોગ કરશે. દેશ ની નામાંકિત કંપની ઑ બી.બી.ઍ નાં વિદ્યાર્થીઓ ને ઇન્ટેન્શીપ માટેપ્રથમ પસંદગી આપે છે પણ બીબીએ કૉલેજ નાં વિદ્યાર્થીઓ નું  શિસ્ત, વ્યવહાર તેમજ જ્ઞાન ને ધ્યાન માં રાખી  અનેક પ્રતિષ્ઠિત કંપનીઓ માં વિદ્યાર્થીઓ ને ઇન્ટેન્શીપ નો મોકો મળ્યો છે જે વિદ્યાર્થીઓ તેમજ કૉલેજ માટે ગૌરવ નીં બાબત છે.  આ ઇન્ટેન્શીપ દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ મેનેજમેન્ટ ક્ષેત્રે સુચારુ સંચાલન કરશે બીબીએ કૉલેજ ને ગૌરવ છે કે વિદ્યાર્થીઓ ઇન્ટેન્શીપ દ્વારા મેનેજમેન્ટનાં અભ્યાસક્રમમાં જ ઇવેંટ ને મેનેજ કરવાના ગુણો શીખે છે.

Previous articleછઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બની મેરી કોમે રચ્યો ઈતિહાસ
Next articleગાંધીનગરનાં ખેલાડીઓએ ૧ર ગોલ્ડ અને ૧૬ સિલ્વર મેડલ્સ મેળવી ઈતિહાસ સર્જ્યો