શિશુવિહારના ઉપક્રમે બુધસભા સ્મૃતિ વિમોચન તથા મૂળશંકરભાઈ ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાન યોજાયું

677
bvn24112017-2.jpg

શિશુવિહાર બુધસભાનું ૨૩મું વાર્ષિક સંમેલન જ્ઞાનપીઠ પુરસ્કૃત પ્રાધ્યાપક ડો. રઘુવીરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું. 
પદ્મશ્રી ડો. એમ. એચ. મહેતાની ઉપસ્થિતીમાં યોજાયેલ સમારંભના પ્રારંભે સંસ્થાના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટે શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું કે ૧૯૮૦માં તખ્તસિંહજી પરમાર દ્વારા પ્રારંભાયેલ બુધસભા સાતત્ય પૂર્ણરીતે ૧૯૪૦ બુધવારે બેઠકથી મળી છે. 
આ ઉપક્રમે બુધસભાના પ્રારંભથી વર્ષ ૨૦૧૬ સુધીની બેઠકમાં યોજાયેલ વિશિષ્ટ સન્માન, કાવ્ય સર્જન શિબિર, નાટ્ય પરિસંવાદ, પુસ્તક આસ્વાદ પ્રકારના કાર્યક્રમોની સંકલિત વિગતો નીરક્ષીર જાહનવી સ્મૃતી તરીકે તખ્તસિંહ તેઓના ૯૯માં જન્મદિવસ પ્રસંગે અર્પણ કરતા વિમોચિત કરવામાં આવી ઉપરાંત ભાવનગરનાં કવયિત્રી ભાગરથીબેન  મહેતાની સ્મૃતિમાં વર્ષ ૨૦૧૬નું જાહનવી સ્મૃતિ કવયિત્રી સન્માન ડો. ઈન્દુબેન રામબાબુ પટેલને એનાયત કરવામાં આવ્યું. ઈન્દુમતીબહેન પટેલનું મોમેન્ટો, શાલ તથા રૂા.૧૧૦૦૦/-થી અભિવાદન કરવામાં આવ્યું. 
તેમજ ગુજરાત લેખક મંડળના સક્રિય સભ્ય અને બુધસભાના કવયિત્રી સ્વ. રીતાબેન ભટ્ટની સ્મૃતિમાં, તેમના માતુશ્રી અરૂણાબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાદ્યાપક ડોકટર રક્ષાબહેન દવેનું અભિવાદન કરવામાં આવ્યું.
પ્રા.ડો. રઘુવીરભાઈ ચૌધરીએ અનુવાદક તરીકે, શિક્ષક તરીકે, ગૃહપતિ તરીકે મુળશંકરભાઈ ભટ્ટની વિરલતા યાદ કરી હતી તેઓએ શિશુવિહારના સ્થાપક માનભાઈને અલગારી આલમના કર્મી તરીકે સ્મરાંજલિ આપી સમગ્ર ઉપક્રમ અને સન્માનિતો પ્રત્યે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
કવયિત્રી ડો.ઈન્દુબેન પટેલ તથા પ્રા.ડો. રક્ષાબહેન દવેએ પોતાની કાવ્ય કેફિયતની અંતરીમ વાતો શ્રોતાઓ સાથે માણી હતી અને શિશુવિહાર બુધસભાનો આભાર વ્યકત કરેલ. કાર્યક્રમના અંતે પ્રાધ્યાપક ડો. મહેન્દ્રસિંહ પરમારે પૂજ્ય બાપુજીના ૯૯મા વર્ષને યાદ કરી ગુરૂજીનાં દિલો દિમાગમાં રહેલ બુધસભાને યાદ કરતાં જણાવ્યું કે બાપુજી માટે તો નિત્ય ૧૦૦માં વર્ષમાં પ્રવેશશે ત્યારે ભાવનગરના સાહિત્ય વારસાને ઉજાગર કરાશે તેમ જણાવાયુ હતું.