પાલીતાણામાંથી ધોળા દિવસે બે બાળકોના અપહરણ થયા

787
bhav892017-11.jpg

પાલીતાણા ગામેથી ગઈકાલે સવારે બે બાળકોની અપહરણ થયાની બાળકોના પિતાએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, પાલીતાણાના જે.ટી. રીંગરોડ રહેમાનદાદાની વાડીમાં રહેતા સલીમભાઈ ઉસ્માનભાઈ કુરેશીએ પાલીતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ આપી છે કે, ગઈકાલે સવારે ૧૧ થી ૧-૩૦ દરમ્યાન પરીમલ સોસાયટીમાંથી તેમનો પુત્ર જીઆન ઉ.વ.૬ અને પુત્રી આફરીન ઉ.વ.૮ને કોઈ અજાણ્યા ઈસમ અપહરણ કરી લઈ ગયો છે. પોલીસે આઈપીસી ૩૬૩ મુજબ ગુનો નોંધી વધુ તણપાસ પી.આઈ. વી.એસ. માંજરીયાએ હાથ ધરી છે.