જિનર્સોએ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં

837
guj26112017-4.jpg

જીએસટીમાં રિવર્સ મિકેનિઝમ ચાર્જને લીધે સૌરાષ્ટ્રના જિનર્સો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે અને સૌરાષ્ટ્રના ૭૦૦ તથા ઉત્તર ગુજરાતના ૩૪૦ જેટલા જિનર્સો હડતાળ પર જતા અને કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
 સૂત્રોના જણાવ્યા મુજબ જી.એસ.ટી.માં રિવર્સ મિકેનિઝમ ચાર્જના વિરોધમાં જિનિંગ ઉદ્યોગ એસો. દ્વારા કપાસ ખરીદી બંધના એલાન અંતર્ગત આજથી સૌરાષ્ટ્રના ૭૦૦ સહિત ગુજરાતના ૧૦૦૦ જિનર્સો દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું હતું. જિનર્સોની હડતાલના પગલે ખેડૂતોની હાલાકી પણ વધી ગઈ છે. જી.એસ.ટી.માં રિવર્સ મિકેનિઝમ ચાર્જના વિરોધમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જિનર્સો દ્વારા કપાસની ખરીદી બંધ કરાઈ હતી. જિનર્સો દ્વારા મોટા ભાગે માર્કેટ યાર્ડો અને ગામડાઓમાંથી કપાસની મોટાપાયે ખરીદી થાય છે. જે આજથી સજ્જડ બંધ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ અંગે સૌરાષ્ટ્ર જિંનિગ એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિનિંગ ઉદ્યોગ 
પર જીએસટી અંતર્ગત રીવર્સ મિકેનીઝમ ચાર્જના વિરોધમાં સૌરાષ્ટ્રની ૭૦૦ સહિત ગુજરાતની ૧૦૦૦ જિનિંગ મિલો જોડાઈ હતી. આજથી તમામ જિનિંગ મિલોમાં પ્રોસેસ બંધ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની જિનિંગ મિલોમાં દૈનિક ૫૦,૦૦૦ હજાર ગાંસડીનું પ્રોસેસિંગ થાય છે જે ઠપ્પ થઇ ગયું છે.
આ પહેલા જીએસટી કાયદા અંતર્ગત સરકારે કપાસની ખરીદી અને જિનર્સો પર લાદેલ રીર્વસ મિકેનિમમના કાયદાને લઈ સૌરાષ્ટ્રના જિનિંગ ઉદ્યોગપતિઓમાં વિરોધ ઊઠ્યો હતો અને સરકાર સાથે મંત્રણા ચાલી હતી. જેમાં સરકાર સ્પષ્ટ જવાબ આપતી ન હોય રાજકોટના પડધરી ખાતે મળેલી બેઠકમાં એસો.એ ગુરૂવાર સુધી સ્પષ્ટ જવાબ માગ્યો છે. માગ સ્વીકારવામાં નહીં આવે તો શુક્રવારથી જિનિંગ ફેકટરીઓ અને કપાસ ખરીદી બંધ કરી દેવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી. જીએસટીના કાયદાનો અનેક બાબતોને લઈ વિરોધ નોંધાવવામાં આવતા સરકારએ ફેર વિચારણા કરી નવા નિર્ણયો જાહેર કર્યો, પરંતુ કપાસ ખરીદીને લઈ રીવર્સ મિકેનિઝમ (યુ.આર.ડી.) ખરીદી પર જીએસટી રદ કરવા માટે જિનર્સો માગ કરી રહ્યા તે કાયદો બિલકુલ પોસાય તેમ નથી, તેવું જિનર્સો જણાવી રહ્યાં છે આથી સરકાર સાથે છેલ્લા પખવાડિયાથી મંત્રણા ચાલી રહી હતી, પરંતુ સરકાર દ્વારા ગોળગોળ જવાબ આપવામાં આવતો હતો.