નિર્દોષાનંદજી સરસ્વતીની પરંપરા માટે અનુયાયી શિષ્યોની દિક્ષાવિધિ સંપન્ન

767
guj28112017-3.jpg

બ્રહ્મલીન નિર્દોષાનંદજી સરસ્વતીની ધર્મસેવા પરંપરા માટે અનુયાયી શિષ્યોની દિક્ષાવિધિ સંપન્ન થઈ છે. ઋષિકેશન ખાતે ભોલાનંદજી બ્રહ્મચારી તથા સદાનંદજી બ્રહ્મચારીની દિક્ષા વિધિ થઈ છે.
ગોહિલવાડના ગૌરવ સમાન ટીંબી સ્થિત આરોગ્ય સંસ્થાના પ્રણેતા સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીજી મહારાજ બુધવારે બ્રહ્મલીન થતા તેમના પાર્થિવ દેહને ઋષિકેશ ખાતે ગંગામૈયામાં જળ સમાધિ દ્વારા વિસર્જીત કરાયેલ. જ્યાં સ્વામીજીની પરંપરાને આગળ ધપાવવા સ્વામીજીના અંતેવાસી ભોલાનંદજી બ્રહ્મચારી તથા સદાનંદજી બ્રહ્મચારીની દિક્ષા વિધિ થઈ છે.
બ્રહ્મલીન નિર્દોષાનંદજી સરસ્વતીની ધર્મસેવા પરંપરા સાથે સંકળાયેલ સૌરાષ્ટ્ર ક્ષેત્રના પચ્ચીસ કરતા વધુ આશ્રમ ધર્મ સ્થાનોની સદ્દ પ્રવૃત્તિ સતત વહેતી રહે તે માટે ઋષિકેશ ખાતે આશ્રમ પરિવારના અગ્રણી કાર્યકર્તા સેવક સંતોની ઉપસ્થિતિમાં ઉચિત ધાર્મિક દિક્ષાવિધિ સંપન્ન થઈ છે. સ્વામી દ્વારા જીવનપર્યંત જીવ અને શિવના સમન્વય માટે આ પરંપરા માટે અનુયાયી શિષ્યો ભોલાનંદજી બ્રહ્મચારી તથા સદાનંદજી બ્રહ્મચારીની દિક્ષાવિધિ થઈ છે.
સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીજી આશ્રમ પરિવાર માટે આ અનુયાયી સંતો સિવાય કોઈ પાસે અધિકારો રહેશે નહીં, તેમ પરિવારના આગેવાનો દ્વારા સુચિત કરાયેલ છે.