રાજુલા કોંગ્રેસના ઉમેદવાર અંબરીશભાઈ ડેરના ચૂંટણી કાર્યાલયોના આજે ઉદ્દઘાટન

837
guj29112017-1.jpg

રાજુલા ૯૮ વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર અંબરીશભાઈ ડેરના આજે તા.ર૯ના રોજ ટીંબી અને ડેડાણમાં અને તા.૩૦ના રોજ રાજુલાના ડુંગર ગામે આંતરરાષ્ટ્રીય કલાકારો માયાભાઈ આહિર અને કિર્તીદાન ગઢવીના હસ્તે ત્રણેય જગ્યાએ ઉદ્દઘાટન થશે.
આજરોજ ૯૮ વિધાનસભા કોંગ્રેસ ધારાસભાના ઉમેદવાર અંબરીશભાઈ ડેરના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન દેશ-વિદેશના સુપ્રસિધ્ધ તેવા માયાભાઈ આહિર અને કિર્તીદાન ગઢવી દ્વારા જાફરાબાદના ટીંબી ગામે તા.ર૯ને બુધવારે તેમજ ખાંભા તાલુકાના ડેડાણ ગામે પણ સાંજના ૪-૩૦ કલાકે ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન થશે તેમજ તા.૩૦ને ગુરૂવારે આવતીકાલે આ બન્ને કલાકારોના હસ્તે જ રાજુલા તાલુકાના ડુંગર ગામે સાંજના પાંચ કલાકે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન થશે. આ પ્રસંગે રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના દરેક જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ ધારાસભાના ઉમેદવાર અંબરીશભાઈ ડેરના સારથી બાબુભાઈ રામે જણાવેલ.