ગુંદી-કોળીયાકની સાબાજીતપીરની દરગાહે સુન્ની સોરઠીયા ઘાંચી જમાતનું સમાધાન

718
guj29112017-4.jpg

ગુંદી-કોળીયાક ગામે સાબાજીતપીરની દરગાહે સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચી જમાતનું તા.ર૬-૧૧-ર૦૧૭ના રોજ સાવરકુંડલાના સરકારબાપુના માણસો તથા કોળીયાક ગામના અને જ્ઞાતિના સાથે બેસીને એકબીજાને ભેટી સુખદ સમાધાન કરેલ છે. ભાયે ભાગ પાડ્યા અને છોકરાની બોલાચાલી જેવા સામાન્ય બાબતમાં હથિયારથી બાંધી સારવાર લઈ સામસામા ફરિયાદ કરેલ અને આજ સુધી મનદુઃખ થયેલ છે. તેનો આજે નિવારો લાવવા સાવરકુંડલાથી સરકારબાપુના માણસો આવ્યા. મંમદભાઈ અલીભાઈ કડી, અલીભાઈ કરીમભાઈ જાઠુરી, ઈકબાલભાઈ ગોરી, દિલાવરભાઈ ગોરી, ઈનામી ઝમતા, હાજીઅબ્દુલભાઈ, હાજી ઈબ્રાહિમભાઈ બીલખીયા, ઉસ્માનભાઈ બીલખીયા, હાજી વલ્લીભાઈ સરવૈયા તથા ગુંદી-કોળીયાક મુસ્લિમ ઘાંચી જમાત તથા ગામના સરપંચ જગદિશભાઈ સોલંકી, ઉપસરપંચ ખેતાભાઈ ટોટા, રફીકભાઈ સરવૈયા, યુનુસભાઈ હાજીભાઈ સરવૈયા, અન્સારભાઈ કાનાણી વિગેરે હાજર રહ્યાં હતા.