સિવિલ ઈન્ડોર બિલ્ડિંગમાં ઉંદરોના ત્રાસથી દર્દી ત્રસ્ત

1220
gandhi12-2-2018-1.jpg

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ઇન્ડોર બિલ્ડીંગમાં સારવાર લેતા દર્દીઓને રાત્રિના સમયે ઉજાગરા કરવા પડી રહ્યા છે. દર્દી સાથે રહેતા અનેક સગાઓ ઉંદરનો શિકાર બન્યા છે. ત્યારે ઉંદરોનો નાથવા કર્મચારીઓ પણ પરસેવો પાડી રહ્યા છે પરંતુ એક પણ ઉંદર હાથમાં આવતો નથી. પરિણામે દર્દીઓ ભયના ઓથાર હેઠળ સારવાર લઇ રહ્યા છે. 
સિવિલની ઇન્ડોર બિલ્ડીંગમા જમવાના એંઠવાડના કારણે ઉંદરોનો ત્રાસ ભરપૂર જોવા મળી રહ્યો છે. ઉંદર એટલા મોટા થઇ ગયા છેકે જો કોઇ બાળક જોઇ જાય તો હાહાકાર મચી જા. ઉંદરો ખાસ કરીને રાત્રિના સમયે સિવિલના તમામ વોર્ડ જેમાં આઠમા અને સાતમા માળે દોડાદોડી કરતા હોય છે. છેલ્લા એક સપ્તાહમાં અનેક દર્દીને રાત્રિના સમયે શિકાર બનાવ્યા છે. 
ગત વર્ષે ઉંદરોના ત્રાસથી પાંજરા મૂકવા પડ્‌યા હતા. છતા એક પણ ઉંદર હાથમાં આવ્યો ન હતો. પુનઃ ઉંદરોને સિવિલમાંથી દુર કરવામાં આવે તો દર્દીઓ ભયના ઓથાર હેઠળ નહિં આરામથી સારવાર લઇ શકે. 

Previous article રાજ્યમાં ૧૨ માર્ચથી બૉર્ડની પરીક્ષાનો પ્રારંભ
Next article ગાંધીનગરના ગ-રોડને સીકસ લેન બનાવવાનું આયોજન