ગાંધીનગર જિલ્લામાં કુલ ૩૬,ર૪૯ નવા નોંધાયેલા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

838
gandhi1122017-4.jpg

વોટર્સ લીંબ બીએલઓ દ્વારા ઘર ઘર સુધી પહોંચાડાશે સાથે સાથે વોટર્સ ગાદી દર એક ઘર દીઠ પહોંચાડવામાં આવશે સાથે સાથે બુથ મેચીંગ નકશો પણ પહોંચાડવામાં આવશે. 
ઈલેકશનની બાબતની રજુઆત ઓબ્ઝર્વર દ્વારા સરકીટ હાઉસ ખાતે સાંભળવામાં આવશે. લો એન્ડ ઓર્ડર ગાંધીનગર જિલ્લાની પરિસ્થિતિ સારી છે. ૩૦૦ થી વધારે પ્રીપેન્ટીવ એકશન ૯૬% આર્મ્સ જમા લઈ લેવામાં આવે છે. ૪% ને મંજૂરીથી રાખવાની છૂટ. નોન બેલેબલ વોરંટની બજવણી ૧૬ર૧ ઈસ્યુ બજવણી કરાઈ છે. પ્રોહીબીશનની કામગીરી સારી થઈ રહી છે. ઈલેકશન જાહેર થયા પછી ર કરોડ ૮૬ લાખનો વિદેશી દારૂ પકડાયો છે. ખોરજ પૈકી એક આરોપીને પકડવામાં આવેલ છે. 
ગાંધીનગર જિલ્લામાં આચાર સંહિતા માટે ફલાઈંગ સ્કવોર્ડની ઉપરાંત નાકા ૧પ જેટલા પોઈન્ટ પણ શરૂ કરવામાં આવેલ છે. પેટ્રોલીંગ પેરામીલેટ્રી ફોર્સને લઈને કરવામાં આવી રહ્યું છે. કોડ ઓફ કંન્ડકટ ની ટીમ બનાવવામાં આવી છે. હાર્દિક વિરૂધ્ધ માણસામાં સભા થઈ તેના પર ગુનો દાખલ થયેલ છે. ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સમાજ સુરક્ષા આરોગ્ય તંત્ર કામગીરી કરી રહયા છીએ. 
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં ૧૮ થી ૧૯ વર્ષની વયના કુલ ૩૬,ર૪૯ મતદારો નોંધાયા છે. જેમાં યુવતી ૧૩,૪ર૭, યુવાનો રર,૮૧૯ અને અન્ય ૩ મતદારો નોંધાયા છે. આ વયના સૌથી વધુ મતદારો ૩પ-ગાંધીનગર (દ) માં નોંધાયા છે. ૧૮ થી ૧૯ વર્ષની વયના ૩૪-દહેગામમાં ૭૦૮૪, ૩પ-ગાંધીનગર (દ)માં ૮૯૯૯, ૩૬-ગાંધીનગર (ઉ) માં ૬પ૭૯, ૩૭-માણસામાં ૬૩૯૯ અને ૩૮-કલોલમાં ૭૧૮૮ મતદારો નોંધાયા છે. જે તમામ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 
ગાંધીનગર જિલ્લામાં પાંચ વિધાનસભા મત વિભાગમાં આગામી તા. ૧૪ મી ડીસેમ્બર, ર૦૧૭ ના રોજ મતદાન યોજાશે. વિધાનસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી-ર૦૧૭ દરમ્યાન ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મત વિભાગ અનુસાર એક-એક સખી મતદાન મથક બનાવવામાં આવશે. જેમાં ૩૪-દહેગામમાં મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ, ૩પ -ગાંધીનગરમાં નવી ગુજરાતી કુમાર શાળા,રૂમ નં. -ર, અડાલજ, ૩૬-ગાંધીનગર(ઉ) માં સેકટર – ર, સરકારી પરાથમિક શાળાના રૂમ નં. ૭, ૩૭-માણસામાં શેઠ એલ.એચ. સાયન્સ્‌ કોલેજ અને ૩૮-કલોલમાં પ્રાથમિક શાળા નંબર-૮ ના રૂમ નંબર – ર ખાતે સખી મતદાન મથક ઉભુ કરવામાં આવશે. 
ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં ઉમેદવારી પત્રો ભરવાની આખરી તારીખ સુધીમાં કુલ – ૧ર૮ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તા. ર૮ મી નવેમ્બર, ર૦૧૭ ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન કુલ – ર૯ ઉમેદવારી પત્રો રદ થયા હતા. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મત વિભાગમાં કુલ – ૮પ ઉમેદવારો ચૂંટણી માટે માન્ય થયા છે. જેમાં ૩૪-દહેગામમાં ૧ર, ૩પ-ગાંધીનગર (દ)માં ૧૦, ૩૬-ગાંધીનગર (ઉ)માં ૧૭, ૩૭-માણસામાં ર૭ અને કલોલમાં ૧૯ ઉમેદવારો ચૂંટણીમાં ભાગ લેશે. 
સમગ્ર ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં પુરી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ૩૦ કંપનીઓની માંગણી કરવામાં આવી છે. જેમાંથી ૪ બીએસએફ અને એક મહિલા સીઆરપીએફ આવી ગઈ છે. આ કંપની હાલમાં ગાંધીનગર, અડાલજ, માણસા, દહેગામ અને કલોલ ખાતે કાર્યરત છે. બાકીની રપ કંપનીઓ વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૭ ના પ્રથમ તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ કાર્યરત બનશે. તે ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૮૩૭ પરવાનાવાળા હથિયારોમાંથી ૭૮૯ પર મેળવ્યા છે. તેમજ ૪૮,૯૪૦ ની કિંમતનો ર૪૪૭ લીટર દેશી દારૂ તથા ર,૮૬,૩૮,૯ર૮ ની કિંમતની વિદેશી દારૂની ૧,૦પ,૮૯૭ બોટલ જપ્ત કરી છે. 
ગુજરાત રાજયની વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૧૭ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો માટે જનરલ ઓર્બ્ઝવર, એક્ષપેન્ડિચર ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુંક કરી દેવામાં આવી છે. ત્રણ જનરલ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જનરલ ઓબ્ઝર્વર તરીકે ગાંધીનગર (ઉ) માં પાંડુરંગા બોમ્મહા નાઈક (આઈએએસ), મો.નં. ૯૯૦૯૦ ૩૯૧૦ર અને લેન્ડ લાઈન નંબર ૦૭૯ ર૩ર ૬ર૮૦૧, માણસા અને કલોલમાં મનોજકુમાર શર્મા (આઈ. એ. એસ), મો.નં. ૯૯૦૯૦ ૩૯૧૦૪, લેન્ડ લાઈન નં. ૦૭૯ ર૩ર ૬ર૮૦ર, ગાંધીનગર(દ) અને દહેગામમાં અરૂણ બી. અન્હલે (આઈ. એ. એસ.), મો.નં. ૯૯૦૯૦ ૩૯૧૦૩ અને લેન્ડ લાઈન નં. ૦૭૯ ર૩ર ૬ર૮૦૩ છે. 
બે ચૂંટણી ખર્ચ નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર (ઉ), માણસા અને કલોલના ખર્ચ નિરીક્ષક તરીકે આર. મુરલી (આઈએ એન્ડ એએસ)નો મો.નં. ૯૯૦૯૦ ૩૯૧૦૭ અને લેન્ડ લાઈન નં. ૦૭૯ ર૩ર ૬ર૮૦૮ છે. જયારે ગાંધીનગર (દ) અને દહેગામના ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે રાકેશ રંજનની (આઈ.આર.એસ)નો મો.નં. ૯૯૦૯૦૩૯૧૦પ અને લેન્ડ લાઈન નં. ૦૭૯ ર૩ર ૬ર૮૦૭  છે. પોલીસના ઓર્બ્ઝવર તરીકે અવ્યુલા રમેશ રેડ્ડી (આઈ.પી.એસ.)નો મો. નં. ૯૯૦૯૦૩૯૧૦૬ અને લેન્ડ લાઈન નં. ૦૭૯ ર૩ર ૬ર૮૦પ છે. 

Previous articleજન વિકલ્પના કે. બી. વાઘેલાએ પ્રચારના શ્રીગણેશ કર્યા
Next articleકરણીસેના અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે શિવરાજભાઈ વીછીયાની થયેલી વરણી